Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ધગડમાળના ખાડાએ સોનવાડાના યુવાનનો લીધો ભોગ: પિતાની છત્રછાયા ગુમાવતી બે માસુમ બાળકીઓ

હાઈવે ઓથોરિટી, પીડબ્‍લ્‍યુડી તથા સ્‍થાનિક તંત્ર એકબીજાને આપી રહી છે ખો…

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
પારડી, તા.06: પારડી તાલુકાના સોનવાડા ભગત ફળિયા ખાતે રહેતા અને વાપી એલઆઈસી ઓફિસમાં કામ કરતા ભીખુભાઈ નારણભાઈ ધોડિયા પટેલ ઉંમર વર્ષ 34 વાપી એલઆઇસી ઓફિસથી નોકરીથી મોડી રાત્રે પરત સોનવાડા ખાતે આવી રહ્યો હતો.
આ દરમિયાન હાઈવે નંબર 848 પર નાનાપોંઢાથી ધગડમાડ ચાર રસ્‍તા રોડ પર અર્જુન કેમિકલ પ્રાઈવેટ લિમિટેડ કંપની પહેલા હાઇવે પર પડેલા જાનલેવા ખાડામાં ભીખુભાઈની મોપેડ ટીવીએસ નેટરોર્ક્‍સ નંબર જીજે 15 ડીએલ 8138 પડી સ્‍લીપ થતા ભીખુભાઈને મોઢાના ભાગે અને શરીરે ગંભીર ઈજાઓ થતા તેમનું સ્‍થળ પર જ કરુણ મોત નીપજ્‍યુંહતું.
અકસ્‍માતને લઈ ભીખુભાઈની બંને છોકરીઓ ધૃતિ ઉંમર વર્ષ 7 અને ધીયા ઉંમર વર્ષ 2 નામની બંને માસુમ બાળકીઓએ પિતાની છત્રછાયા ગુમાવી દીધી છે.
અકસ્‍માત અંગેની જાણ પારડી પોલીસને કરાતા પારડી પોલીસે નાનાપોંઢા સીએચસી ખાતે લાશને પીએમ માટે લઈ જઈ વધુ તપાસ હાથ ધરી છે.
અહીં ઉલ્લેખ છે કે હાઈવે નંબર 848 પર પારડીથી નાનાપોંઢા સુધી જ ગણીએ તો કેટલાય જાનલેવા ખાડા પડેલા જોવા મળે છે. આ ખાડા એટલા લાંબા અને ઊંડા છે કે મોટરસાયકલ તો શું પરંતુ ફોર વ્‍હીકલ ગાડી પણ જો આ ખાડામાં પડે તો જાન લેવા સાબિત થઈ શકે છે અને હાઇવે ઓથોરિટી, પી.ડબલ્‍યુ.ડી. અને સ્‍થાનિક તંત્ર માનવતા ભૂલી પોતાની જવાબદારીમાંથી છટકી એકમેક પર ખો આપી રહી છે અને જેનો ભોગ નિર્દોષ પ્રજા બની રહી છે.
તંત્ર પોતાની જવાબદારી સમજી માનવ ધર્મ નિભાવી આ ખાડાઓ જલ્‍દીથી ભરે એવી માંગ લોકો કરી રહ્યા છે નહીં તો હજુ કેટલીય માતાઓ પોતાનો વ્‍હાલસોયા ગુમાવે કે કેટલીય જીવનસંગીની વિધવા બને તો નવાઈ નહી ?

Related posts

કપરાડા માંડવા ગામે ટ્રક અને ટેમ્‍પો વચ્‍ચે ગમખ્‍વાર અકસ્‍માત : બન્ને વાહનના ચાલક ઈજાગ્રસ્‍ત થતા સારવાર માટે ખસેડાયા: બીજા બનાવમાં કુંભઘાટ ઉપરથી ટ્રક ખીણમાં ખાબકી

vartmanpravah

દમણ-દીવમાં 100 ટકા સ્‍થાનિક ડોમિસાઈલથી સરકારી ભરતી કરવાનો કોંગ્રેસના ઉમેદવાર કેતનભાઈ પટેલનો સંકલ્‍પ

vartmanpravah

માનવતાની મહેક પ્રસરાવતી પારડી હોસ્‍પિટલ

vartmanpravah

દીવ કોલેજમાં ‘આઝાદી કા અમૃત મહોત્‍સવ’ અંતર્ગત એઈડ્‍સ જાગૃતિ કાર્યક્રમ યોજાયો

vartmanpravah

ઉમરગામ તાલુકાના દરિયાઈ કાંઠા વિસ્‍તારમાં પથરાયેલી ઓઈલ વેસ્‍ટની કાળી ચાદર

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસકશ્રીના સલાહકાર અમિત સિંગલાની અધ્‍યક્ષતામાં સેલવાસ સચિવાલયના સભાખંડમાં દાદરા નગર હવેલીના ઉદ્યોગો સાથે યોજાયેલી બેઠક

vartmanpravah

Leave a Comment