(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.09: વલસાડ જિલ્લાના કપરાડા તાલુકા વિકાસ અધિકારી સંદીપ ગાયકવાડની બઢતી સાથે બદલી થઈ છે. છેલ્લા વર્ષોથી કપરાડા તાલુકા વિકાસ અધિકારીતરીકે ફરજ બજાવતા સંદીપ ગાયકવાડની તાપી જિલ્લાના નાયબ જિલ્લા વિકાસ અધિકારી તરીકે બદલી થઈ છે. આથી આજે સંદીપ ગાયકવાડનો વિદાય સમારંભ યોજાયો હતો. કપરાડા તાલુકા પંચાયત પર યોજાયેલા ટીડીઓના વિદાય સમારંભમાં કપરાડાના ધારાસભ્ય અને રાજ્યના પૂર્વ નર્મદા કલ્પસર અને પાણી પુરવઠા મંત્રી જીતુભાઈ ચૌધરી, તાલુકા પંચાયત પ્રમુખ હીરાબેન માહલા, જિલ્લા પંચાતના સભ્યો ભગવાનભાઈ બાતરી, ગુલાબભાઈ રાઉત, ભાજપ પ્રમુખ રમેશભાઈ ગાવિત, તાલુકા પંચાયતના સભ્યો અને અધિકારીઓ અને પદાધિકારીઓ સાથે કર્મચારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે બદલી થઈને વિદાય થઈ રહેલા સંદીપ ગાયકવાડની લોકોએ ફુલ વર્ષા કરી અને તેમને વિદાય આપી હતી. આ પ્રસંગે લાગણીસભર દ્રશ્યો પણ સર્જાયા હતા. સમારંભમાં આ વિસ્તારના રાજકીય અને સામાજિક અગ્રણીઓ સાથે તાલુકા પંચાયતના પદાધિકારીઓ અને કર્મચારીઓએ પણ સંદીપ ગાયકવાડે તાલુકામાં કરેલા વિકાસના કામો અને હરહંમેશ લોકો માટે ઉભા રહેતા અને લોકોની સમસ્યાઓનું સમાધાન માટે હંમેશા તત્પર રહેતા સંદીપ ગાયકવાડની સેવાને યાદ કરી હતી. અને તેમને પ્રમોશન સાથે અહીંથી વિદાય લેતા શુભકામનાઓ પણ પાઠવી હતી. આ પ્રસંગે લાગણીસભર દ્રશ્યો સર્જાયા હતા.