December 1, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

આદિવાસી સમાજની દીકરી ઉપર થઈ રહેલ અત્‍યાચારના વિરોધમાં ગુજરાત રાજ્‍યના ગૃહ મંત્રીને આવેદનપત્ર પાઠવતો સમસ્‍ત આદિવાસી સમાજ પારડી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
પારડી, તા.04: છેલ્લા કેટલાક સમયથી આદિવાસી સમાજની દીકરીઓ પર બળાત્‍કાર, હત્‍યા તથા ચોરી જેવા આરોપો મૂકી માનસિક ત્રાસ આપી આત્‍મહત્‍યા કરવા પર મજબૂર બને એવા કિસ્‍સાઓ સમગ્રગુજરાતમાં બની રહ્યા છે. તે પછી 21-6-2023 ના રોજ રાત્રે 11:00 વાગે આદિવાસી સમાજની દીકરીને આરજેડી ઈચ્‍છાપોર ખાતે ચાલતી કન્‍સ્‍ટ્રકશન સાઈડ પરથી અજાણ્‍યા ઈસમો દ્વારા અપહરણ કરી ઉઠાવી જઈ બળાત્‍કાર કરી જાનથી મારી નાખવાની કોશિશ કરી અર્ધમરણ અવસ્‍થામાં રસ્‍તા પર ફેંકી જઈ ભાગી જનારા હોય કે કપડેટા સચિન સુરતનો બનાવ હોય કે બારડોલી ખાતે રહેતી અને પલસાણા નર્સિંગમાં ભણતી આદિવાસી સમાજની દીકરી પર શિક્ષિકા દ્વારા 10000 ની ચોરીનો ખોટો આરોપ મૂકી માનસિક રીતે હેરાન કરી આત્‍માહત્‍યા કરવા સુધીની હેરાનગીરી હોય આ તમામ કિસ્‍સાઓમાં આદિવાસી સમાજની દીકરીઓજ ભોગ બની છે.
આવા હિન કળત્‍ય કરનારા નરાધમોને ફાંસી જેવી સખ્‍તમાં સખ્‍ત સજા થાય જેથી આવા હિન કળત્‍યોનો ભોગ બનેલ આદિવાસી દીકરીઓને ત્‍વરિત ન્‍યાય મળે એ હેતુસર આજરોજ સમસ્‍ત આદિવાસી સમાજ પારડી દ્વારા ગુજરાત રાજ્‍ય ગૃહ મંત્રીને પારડી મામલતદાર મારફતે એક આવેદનપત્ર આપવામાં આવ્‍યું હતું.
આજના આ કાર્યક્રમમાં સમસ્‍ત આદિવાસી સમાજ, પારડી તરફથી કપિલકુમાર કાંતિભાઈ હળપતિ, બિપીનભાઈ મોહનભાઈ પટેલ, ધર્મેશભાઈ ચીમનભાઈ હળપતિ, જીતેશભાઈ મનુભાઈ હળપતિ, દેવેન્‍દ્રભાઈ રમેશભાઈ રાઠોડ, છોટુભાઈ નારણભાઈ હળપતિ, સુનીલભાઈ હળપતિ, ગૌરવભાઈ,સુરેશભાઈ પટેલ, વિરલભાઈ રાઠોડ વિગેરેનાઓ ઉપસ્‍થિત રહ્યા હતાં.

Related posts

અખિલ ભારતીય ઉપભોક્‍તા ઉત્‍થાન સંગઠન વલસાડ જિલ્લા દ્વારા ખાણીપીણીમાં ભેળસેળ તથા સ્‍વાસ્‍થ્‍યની સાથે થતાં ચેડાં બાબતે મુખ્‍યમંત્રીને આવેદનપત્ર આપી કાર્યવાહીની કરેલી માંગ

vartmanpravah

સંઘપ્રદેશ દાનહ અને દમણ-દીવની શાળાઓમાં ગુરૂ પૂર્ણિમા પર્વની કરાયેલી ઉજવણી

vartmanpravah

દાનહમાં અનંત ચૌદશના દિને ગણપતિની મૂર્તિઓનું કરાયેલું વિસર્જન

vartmanpravah

સેલવાસના બહુમાળી કોમ્‍પલેક્ષમાં પાર્કિંગ કરેલા વાહનોમાંથી પાર્ટ્‍સની ચોરી કરતો ઈસમ સીસીટીવી કેમેરામાં કેદ

vartmanpravah

વાપી ગુંજન સૌરભ સોસાયટીમાં સરદાર વલ્લભભાઈ પટેલ ચિલ્‍ડ્રન પાર્કનો લોકાર્પણ કાર્યક્રમ યોજાયો

vartmanpravah

દમણ ઈન્‍ડસ્‍ટ્રીઝ એસોસિએશનના પ્રમુખ પદ માટે 3 ઉમેદવારોએ નોંધાવેલી ઉમેદવારી

vartmanpravah

Leave a Comment