Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ઉદવાડા અનાવિલ વાડી ખાતે કાર્યકર્તાઓનો સંવાદ કાર્યક્રમ યોજાશે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સરીગામ, તા.09: વલસાડ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આગામી 11/10/23 ના બુધવારના રોજ ઉદવાડા અનાવલી વાડી ખાતે વલસાડ ડાંગ લોકસભાબેઠકના કાર્યકર્તાઓનો સંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્‍યું છે. સવારના 10:30 કલાકે આયોજિત કાર્યક્રમમાં વલસાડ ડાંગ મત વિસ્‍તારમાં આવતા સંગઠનના તમામ હોદ્દેદારો, ધારાસભ્‍યો પૂર્વ ધારાસભ્‍યો તમામ જિલ્લાના પ્રમુખો તાલુકાના પ્રમુખો તેમજ વિવિધ સેલના પ્રમુખો અને જિલ્લા, તાલુકા, નગરપાલિકાના જીતેલા તેમજ હારેલા ઉમેદવારો અને દરેક સમિતિના હોદ્દેદારો તેમજ કાર્યકર્તાઓને હાજર રહેવા જિલ્લા પ્રમુખ શ્રી દિનેશભાઈ ભાણાભાઈ પટેલે આમંત્રણ આપ્‍યું છે.
આ સંવાદ કાર્યક્રમમાં એઆઈસીસીના મહામંત્રી તેમજ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રભારી શ્રી મુકુલ વાસનિકજી, મધ્‍ય ઝોનના પ્રભારી શ્રીમતી ઉષાબેન નાયડુજી, વલસાડ લોકસભા પ્રભારી શ્રી સુખરામભાઈ રાઠવા, વિપક્ષ ઉપનેતા શ્રી શૈલેષભાઈ પરમાર, પ્રદેશના કાર્યકારી પ્રમુખ શ્રી ઋત્‍વિકભાઈ મકવાણા, માજી સાંસદ શ્રી કિશનભાઈ પટેલ, વાંસદાના ધારાસભ્‍ય શ્રી આનંતભાઈ પટેલ વગેરે ઉપસ્‍થિત રહેશે.

Related posts

અતુલ હાઈવે સેકન્‍ડ ગેટ સામે વેસ્‍ટ કચરાની આડમાં રૂા.3.54 લાખનો દારૂ જથ્‍થો ભરેલ ટેમ્‍પો ઝડપાયો

vartmanpravah

સંઘપ્રદેશના 257 શિક્ષકોને બરખાસ્‍ત કરવાના મુદ્દે દાનહ કોંગ્રેસ પ્રશાસકશ્રીને લખેલો પત્ર

vartmanpravah

ઉમરગામ તાલુકાની શાળાઓની સ્‍કોલર વિદ્યાર્થીનીઓને સરીગામની કોરોમંડલ કંપની દ્વારા આપવામાં આવેલી સ્‍કોલરશીપ

vartmanpravah

ડો. એ.પી.જે. અબ્‍દુલ કલામ કોલેજ ખાતે વિદ્યાર્થીઓ માટે ટ્રાફિક અવેરનેસ કાર્યક્રમ યોજાયો

vartmanpravah

જરીમરી માતા અને નીલકંઠ મહાદેવ ભક્‍ત મંડળ દ્વારા આજથી શ્રીમદ્‌ ભાગવત કથાનું આયોજન દેવુભાઈ જોષીના સાંનિધ્‍યમાં દર્શનભાઈ જોશી ભક્‍તોને કથાનું રસપાન કરાવશે

vartmanpravah

સંઘપ્રદેશ ખેલ અને યુવા વિભાગ દ્વારા ઓપન લેવલ સ્‍વિમિંગ હરિફાઈ અને પુરસ્‍કાર વિતરણ કરાયા

vartmanpravah

Leave a Comment