(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) સેલવાસ, તા.04
દાદરા નગર હવેલી સબ ડિવિઝનલ મેજીસ્ટ્રેટ દ્વારા પ્રદેશના કેટલાક રસ્તાઓના રિપેરીંગ માટે કેટલાક જાહેર રસ્તાઓ બંધ રાખવામાં આવશે એવો આદેશ જારી કરવામાં આવ્યો છે. કલા જંક્શન મેસર્સ સિંઘલ કોમોડિટીસથી સ્ટર્લિંગ જનરેટર સુધી 6 મેથી 8મે સુધી બંધ રહેશે. સ્ટર્લીંગ જનરેટરથી ભારત પેટ્રોલિયમ સુધી 9મે થી 11મે સુધી બંધ રહેશે.
ભારત જંક્શનથી ટી જંક્શન આંબોલી 12 મેથી 14મે સુધી, ટી જંક્શન આંબોલીથી સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા સુધી 15મે થી 17મે સુધી, સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાથી મનોજ કિરાણા સ્ટોર સુધી 18મેથી 20મે સુધી અને મનોજ કિરાણા સ્ટોરથી સુરંગી ચેકપોસ્ટ સુધી 21મેથી 23મે સુધી રસ્તો બંધ રહેશે.
Previous post