(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.11: ગત તા.10/06/2023 શનિવારના દિવસે પતંજલિ યોગ સમિતિ દ્વારા યોગ પ્રોટોકોલ અને યોગ પ્રત્યેની જાગૃતતા કેળવવા માટે વાપી વી.આઈ.એ. ગ્રાઉન્ડ ઉપર યોગા-અભ્યાસ કાર્યક્રમ આયોજિત કરવામાંઆવ્યો હતો.
જેમાં પતંજલિ યોગ પરિવાર વાપી શ્રી પ્રમોદભાઈ ઠોસર, શ્રીમતી શીલાબેન વશી, શ્રી બીપીનભાઈ ભાલાની, કમલેશભાઈ, ધીરુભાઈ, રણજીતભાઈ વિગેરેનો મુખ્ય ફાળો રહ્યો, તથા મહિલા પતંજલિ યોગ સમિતિ દક્ષિણ ઝોનના રાજ્ય પ્રભારી તનુજાબેન આર્ય દ્વારા પ્રોટોકોલનો અભ્યાસ કરવામાં આવ્યો.આ પ્રસંગે ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી નાણા ઊર્જા અને પેટ્રો કેમિકલ્સ શ્રી કનુભાઈ દેસાઈ દ્વારા દીપ પ્રજ્વલન કરી કાર્યક્રમને ખુલ્લો મુકવામાં આવ્યો હતો. વાપી શહેર ભાજપ પ્રમુખ શ્રી સતિષભાઈ પટેલ, વાપી નગરપાલિકા કોર્પોરેટર અર્ચનાબેન દેસાઈ, વાપી નગરપાલિકા કોર્પોરેટર તસલીમબેન, વાપી નગરપાલિકા પૂર્વ પ્રમુખ શ્રી વિઠ્ઠલભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.
સત્યેનભાઈ પંડ્યા સાઉથ ઝોન સોશિયલ મીડિયા કો-ઈન્ચાર્જ, રશ્મિકા મહેતા નોટરી તથા એડવોકેટ, સ્થાનિક રહીશો તથા દાદરા નગર હવેલી, દમણ ઉમરગામ, પારડી, ઉદવાડા, વલસાડ મળી કુલ 250 થી 300 લોકોએ આજરોજ યોગ પ્રોટોકોલ તાલીમનો અભ્યાસ કર્યો હતો.