December 1, 2025
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટસેલવાસ

દાનહ વનવિભાગ દ્વારા ‘વન્‍યજીવ સપ્તાહ’નું કરાયેલું સમાપન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.09 : કેન્‍દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવ વન વિભાગ દ્વારા વન્‍યજીવ અને તેમના મહત્‍વ વિશે જાગૃતિ લાવવા માટે ‘વન્‍યજીવ સપ્તાહ’નું આયોજન કરવામાં આવ્‍યું હતું. જે દરમ્‍યાન વિવિધ સ્‍પર્ધાઓ આયોજીત કરવામાં આવી હતી. આ સપ્તાહ દરમ્‍યાન શાળાઓમા નિબંધ લેખન, વકૃત્‍વ સ્‍પર્ધા,ક્‍વીઝ સ્‍પર્ધા, મેરેથોન દોડ સહિતની વિવિધ સ્‍પર્ધાઓનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં પ્રદેશની વિવિધ શાળાના વિદ્યાર્થીઓએ ઉત્‍સાહભેર ભાગ લીધો હતો. ‘વન્‍યજીવ સપ્તાહ’ના સમાપન સમારંભમાં વિજેતા વિદ્યાર્થીઓને સર્ટીફીકેટ અને ટ્રોફી આપી સન્‍માનિત કરવામાં આવ્‍યા હતા.
આ અવસરે વન વિભાગના ડીસીએફ શ્રી થોમશ વરગીશ, એસીએફ શ્રી કૈલાશ ગાયકવાડ, આરએફઓ શ્રી ધવલ ગાવિત, શ્રી કિરણસિંહ પરમાર, શિક્ષણ વિભાગના ડેપ્‍યુટી ડાયરેક્‍ટર શ્રી પરિતોષ શુક્‍લા, શિક્ષણાધિકારી શ્રી બી.બી.પાટીલ, શ્રી જયેશ ભંડારી સહિત મોટી સંખ્‍યામાં વિદ્યાર્થીઓ ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

મજીગામમાં પસાર થતી માઈનોર કેનાલના નવીનીકરણના કામમાં કપચીના દેખાવા સાથે થીંગડા મારવાની નોબત

vartmanpravah

વાપી ચલામાં રમઝટ ગૃપ રાસ ગરબાનો આયોજક રામકુમાર દવે 18 લાખનો ચુનો લગાવી ફરાર

vartmanpravah

દાદરા નગર હવેલીમાં છેલ્લા 24 કલાક દરમિયાન ત્રણ ઇંચથી વધુ નોંધાયેલો વરસાદ

vartmanpravah

દમણ પોલીસે ઓનલાઈન ઠગાઈ કરતી આંતરરાજ્‍ય ટોળકીનો કરેલો પર્દાફાશઃ આસામથી 3 સાયબર આરોપીઓની ધરપકડ

vartmanpravah

દાનહની સૌથી મોટી સમસ્‍યા ગરીબી અને બેરોજગારીઃ નિરાકરણ માટે શિક્ષણ અમોઘ શસ્ત્ર

vartmanpravah

દાનહની નમો મેડિકલ કોલેજમાં સરકારી નોકરીની લાલચ આપી ઠગાઈ કરનારની પોલીસે કરી ધરપકડ

vartmanpravah

Leave a Comment