October 17, 2026
Vartman Pravah
Breaking Newsદમણ

નાની દમણના છપલી શેરી ખાતે સી.એસ.આર. અંતર્ગત સ્‍કોટ કાયશા દ્વારા નિર્મિત ટોયલેટ બોક્ષનું ખુલ્લી જગ્‍યામાં વહી રહેલું ગંદુ પાણી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.12:
નાની દમણના છપલી શેરીખાતે સી.એસ.આર. અંતર્ગત સ્‍કોટ કાયશા ઈન્‍ડસ્‍ટ્રીઝ દ્વારા બનાવવામાં આવેલ ટોયલેટ બોક્ષનું ગંદુ પાણી પણ ખુલ્લી જગ્‍યામાં વહેતા ગંદકીનું સામ્રાજય
ફેલાયેલું છે. નાની દમણ છપલી શેરીના દરિયા કિનારે પ્રવાસીઓ માટે આશીર્વાદરૂપ બનેલ સ્‍કોટ કાયશા દ્વારા નિર્મિત ટોયલેટ બોક્ષ યોગ્‍ય તકેદારીના અભાવે તેનો હેતુ સિદ્ધ કરવા માટે નિષ્‍ફળ જઈ રહ્યું છે. આ વિસ્‍તારમાં ટોયલેટમાંથી બહાર નીકળતા ગંદા કચરાથી ઠેર-ઠેર ગંદકી પેદા થવાની સાથે દુર્ગંધ પણ ફેલાઈ રહી છે. આ બાબતે યોગ્‍ય કાર્યવાહી કરવામાં આવે તેવી સ્‍થાનિક લોકોએ આગ્રહભરી વિનંતી પણ કરી છે.

Related posts

સમરોલીમાં નવનિર્માણ શાળાના ઓરડાનું બાંધકામ 14 માસથી બંધ! શિક્ષણ મંત્રીએ રૂબરૂ સ્‍થળ મુલાકાત લઈ એક અઠવાડિયામાં કામ ચાલુ કરવાની આપેલી ખાતરીનું સૂરસૂરિયું

vartmanpravah

વાપી સમસ્‍ત બ્રહ્મ સમાજ દ્વારા સલવાવ ગુરુકુળમાં શિવરાત્રી પૂજાનું આયોજન

vartmanpravah

દીવના નાગવા બીચ ખાતે ફાયર બ્રિગેડનું એક પેટા મથક બનાવવું ખાસ આવશ્‍યક

vartmanpravah

કપરાડા માંડવાના ઘાટ ઉપર કન્‍ટેનર પલટી જતા બાઈક ચાલક કચડાઈ જતા મોત નિપજ્‍યું

vartmanpravah

નવસારી જેસીઆઈ દ્વારા ‘જેસીઆઈ વીક’ની ધામધૂમથી ઉજવણી કરાઈ

vartmanpravah

પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીના આશીર્વાદ અને પ્રશાસક પ્રફુલભાઈ પટેલની અથાક મહેનતથી સંઘપ્રદેશમાં હવે પી.જી. મેડિકલના અભ્‍યાસક્રમની પણ શરૂઆત

vartmanpravah

Leave a Comment