October 15, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદેશસેલવાસ

દાદરાની સ્‍ટરલાઈટ કંપનીના કામદારોએ વિવિધ સમસ્‍યાને લઈ પાડેલી હડતાળ : લેબર ઓફિસરે પ્રશ્નના યોગ્‍ય નિકાલની આપેલી બાહેંધરી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.09: દાદરા નગર હવેલીના દાદરા ગામે આવેલ સ્‍ટરલાઈટ ટેક્‍નોલોજી લીમીટેડ કંપનીના કામદારો વિવિધ મુદ્દાઓ અંગે હડતાળ પર ઉતર્યા હતા. જેઓના જણાવ્‍યા અનુસાર આ કંપનીમાં ચાર અલગ અલગ લેબર કોન્‍ટ્રાક્‍ટ ચાલે છે, જેમાંથી એક લેબર કોન્‍ટ્રાક્‍ટર દ્વારા પગાર વધારવામાં આવ્‍યો છે, તો પછી બીજા કેમ નથી વધારતા? જેવી વિવિધ સમસ્‍યા બાબતે કંપની સંચાલકો સાથે વાત કરતા યોગ્‍ય ઉકેલ નહીં આવતા તમામ કર્મચારીઓ રેલી સ્‍વરૂપેલેબર ઓફીસ ખાતે પહોંચ્‍યા હતા જ્‍યાં લેબર ઓફિસરને મળી એમની તમામ રજૂઆત કરી હતી. કામદારોના પ્રશ્નો બાબતે લેબર ઓફિસરે યોગ્‍ય નિકાલ લાવવાની બાહેંધરી આપી હતી.
હવે જોવાનું એ રહ્યું કે કામદારોના પ્રશ્નોનો હલ થાય છે કે નહીં?

Related posts

વિપ્ર ફાઉન્‍ડેશન રાષ્‍ટ્રીય કાર્યકારિણીમાં વાપીના સમાજ સેવક બી.કે. દાયમાની ઉપાધ્‍યક્ષ તરીકે નિયુક્‍તિ

vartmanpravah

ચીખલીમાં બે કલાકમાં ખાબકેલો પાંચ ઈંચ વરસાદઃ તાલુકાના અનેક માર્ગો પર પાણી ફરી વળ્‍યા

vartmanpravah

દાનહ કલેક્‍ટર ડો. રાકેશ મિન્‍હાસ દ્વારા ભારત સ્‍કાઉટ ગાઈડના 73 સભ્‍યોને રાજ્‍યના સર્વોચ્‍ચ સન્‍માન રાજ્‍ય એવોર્ડથી સન્‍માનિત કરાયા

vartmanpravah

અકસ્‍માત ઝોન બનેલા વળાંકને સીધો કરવા માટે સેલવાસ-નરોલી રોડ પર આવેલા ઘટાદાર વૃક્ષોનું કાઢવામાં આવી રહેલું નિકંદનઃ પર્યાવરણપ્રેમીઓમાં દુઃખની લાગણી

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલની દિર્ઘદૃષ્‍ટિ અને પ્રધાનમંત્રીના આશિર્વાદથી આજથી સંઘપ્રદેશમાં શ્રી વિનોબા ભાવે ઈન્‍સ્‍ટિટયૂટ ઓફ એલાઈડ સાયન્‍સનો થનારો આરંભ

vartmanpravah

સલવાવ ઘનશ્‍યામ વિદ્યા મંદિરમાં પદ્મ વિભૂષણ રતન ટાટાને શ્રદ્ધાંજલી અર્પી

vartmanpravah

Leave a Comment