October 21, 2024
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદેશ

સંઘપ્રદેશપ્રશાસનનું કડક વલણઃ દલવાડા ગૌશાળામાં પશુઓના કમોતના સંદર્ભમાં બે સામે ફરિયાદ

  • નાની દમણના દલવાડા ખાતેની ગૌશાળાનું સંચાલન ગ્રામ પંચાયત કે જિલ્લા પંચાયત નહીં પરંતુ જય જલારામ પીડાગ્રસ્‍ત ગૌશાળા ટ્રસ્‍ટ દ્વારા કરાતું હોવાની જિ.પં.ના મુખ્‍ય કાર્યકારી અધિકારીએ કરેલી સ્‍પષ્‍ટતા

  • દલવાડાના બાલમ નારણ પટેલ અને કમલેશ ગોસ્‍વામી સામે દમણના બી.ડી.ઓ.એ નોંધાવેલી ફરિયાદ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.05 : દમણના દલવાડા ખાતે આવેલ ગૌશાળામાં છેલ્લા બે-ત્રણ દિવસમાં 60 થી વધુ પશુઓના થયેલા કમોતના સંદર્ભમાં સંઘપ્રદેશ પ્રશાસને કડક વલણ અપનાવી બે આરોપીઓ સામે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે દમણના બી.ડી.ઓ. શ્રી મિહિર જોષી દ્વારા નોંધાવવામાં આવેલ ફરિયાદમાં જણાવાયું છે કે, તા.03.08.2024ના રોજ સવારે મરવડ પંચાયતના સેક્રેટરી અંકિતા પટેલથી તેમને માહિતી મળી કે જય જલારામ પીડાગ્રસ્‍ત ગૌશાળા પ્રકાશ ફળિયા, દલવાડા-નાની દમણમાં મોટી સંખ્‍યામાં ગાયોનું મૃત્‍યુ થયું છે અને ઘણી ગાયો બિમાર પણ છે. વેટરનરી વિભાગના ડૉ. વિજય પરમાર અને ડૉ. જનક સોલંકી ગૌશાળા ખાતે પહોંચી ગયા હોવાની પણ માહિતી આપી હતી.
ત્‍યારબાદ બી.ડી.ઓ.શ્રીએઘટનાની જાણકારી પોતાના ઉચ્‍ચ અધિકારીઓને આપી સ્‍વયં ગૌશાળા પહોંચી ત્‍યાં માહિતી મેળવી હતી. ગૌશાળામાં 210 ગાય છે જે પૈકીની 36 ગાયોનું મૃત્‍યુ થયું છે અને મોટી સંખ્‍યામાં ગાયો બિમાર પણ છે. ત્‍યારબાદ ડો. વિજય પરમાર અને ડો. જનક સોલંકીએ એક ગાયનું પોસ્‍ટમોર્ટમ કર્યું અને પોસ્‍ટમોર્ટમમાં મોતનું કારણ ખ્‍ણૂયદ્દફૂ ખ્‍ણૂશફુંતશત હોવાનું જણાવ્‍યું અને વધુ મેંદો ખાવાના કારણે થયું હોવાનું પણ જણાવ્‍યું હતું. આ ગૌશાળાની દેખભાળ બાલમ નારણ પટેલ અને કમલેશ ગોસ્‍વામી દ્વારા કરવામાં આવતી હતી. તા.02.08.2024ના રોજ તેઓએ ગાયને ચારામાં મેંદો મેળવીને ખવડાવ્‍યું હતું. જેના કારણે જ ગાયોની તબિયત ખરાબ થઈ અને 36 ગાયોનું મૃત્‍યુ થયું. બાલમ નારણ પટેલ અને કમલેશ ગોસ્‍વામી એ પણ જાણતા હતા કે મેંદો ગાયોના આરોગ્‍ય માટે હાનિકારક છે છતાં પણ તેઓએ ગાયોને ખુબ માત્રામાં મેંદો ખવડાવ્‍યો અને તેના કારણે ગાય બિમાર થઈ અને 36 ગાયોનું મૃત્‍યુ થયું.
દમણના બી.ડી.ઓ. શ્રી મિહિર જોષીની ફરિયાદના આધારે કોસ્‍ટલ પોલીસ સ્‍ટેશન-કડૈયાએ ભારતીય ન્‍યાય સંહિતા-2023ની કલમ 325 અંતર્ગત બાલમ નારણ પટેલ (રહે. પ્રકાશ ફળિયા દલવાડા નાની દમણ) અને કમલેશ ગોસ્‍વામી (રહે. દુણેઠા નાની દમણ)સામે ગુનો નોંધી વધુ તપાસ શરૂકરી છે.
દરમિયાન મુખ્‍ય કાર્યકારી અધિકારી શ્રી આશિષ મોહને એક અખબારી યાદીમાં જણાવ્‍યું છે કે, દલવાડા ખાતેની ગૌશાળાનું સંચાલન જય જલારામ ટ્રસ્‍ટ દ્વારા કરવામાં આવતું હતું અને આ ગૌશાળાના સંચાલનમાં દમણ જિલ્લા પંચાયત અને મરવડ ગ્રુપ ગ્રામ પંચાયતની કોઈ ભૂમિકા નથી, અને હાલમાં આ ઘટના પ્રકાશમાં આવ્‍યા બાદ ગૌશાળાનો વહીવટ મરવડ ગ્રામ પંચાયત દ્વારા લઈ લેવામાં આવ્‍યો હોવાની પણ જાણકારી આપવામાં આવી છે.

દલવાડા ગૌશાળામાં અપમૃત્‍યુ થયેલ કેટલીક ગાયોના કાન વિંધેલા હતાઃ કોઈ તરકટ તો નથી ને..?

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.05 : જય જલારામ પીડાગ્રસ્‍ત ગૌશાળા-દલવાડા, નાની દમણ ખાતેની કેટલીક ગાયો ઉપર સરકારી લોન પણ હોવાનું માહિતીગાર સાધનો દ્વારા જણાવવામાં આવી રહ્યું છે, કારણ કે કેટલીક મૃતક ગાયોના કાન બેંકની નિશાની રૂપે વિંધવામાં આવેલ હોવાની પણ પ્રાથમિક માહિતી મળી રહી છે. તેથી જય જલારામ પીડાગ્રસ્‍ત ગૌશાળા અને કોઈ ચોક્કસ બેંક દ્વારા ગાયના લોનનું તરકટ તો નથી ને..? એ દિશામાં પણ તપાસને આગળ વધારવા લોકોની ઉત્‍સુકતા દેખાઈ રહી છે. બીજી બાજુ જય જલારામ પીડાગ્રસ્‍ત ગૌશાળામાં સાજી ગાયોના દૂધની પણ દરરોજ પોતાના અંગતોમાં વહેંચણી કરાતી હોવાની પણ ચર્ચાઓશરૂ થઈ રહી છે.
એક સાથે મોટી સંખ્‍યામાં ગૌમાતાઓના થયેલા અપમૃત્‍યુની ઘટના નાની નથી. ભવિષ્‍યમાં આ પ્રકારની ઘટના નહીં થાય તે માટે પ્રશાસન ચાંપતા પગલાં ભરે એવી તમામ ગૌપ્રેમીઓ અપેક્ષા વ્‍યક્‍ત કરી રહ્યા છે.

Related posts

મોટી દમણના મચ્‍છી-શાકભાજી વિક્રેતાઓને નવનિર્મિત આલીશાન માર્કેટમાં ખસેડાતા હવે ખાલી પડેલ ગ્રાઉન્‍ડની જગ્‍યાએ પાર્કિંગની વ્‍યવસ્‍થા કરવા માંગ

vartmanpravah

આજે રાષ્ટ્રીય ડેન્ગ્યુ દિવસ: વલસાડ જિલ્લામાં ડેન્ગ્યુનો ડર ઘટ્યો, વર્ષ ૨૦૧૯માં ૩૪૫ દર્દી હતા જે ઘટીને વર્ષ ૨૦૨૨માં માત્ર ૨૨ થયા

vartmanpravah

દાનહની પેટા ચૂંટણીમાં કલાબેન ડેલકરનું ધનુષ્‍યબાણ કેવો લક્ષ્ય વેધ કરે તેના ઉપર તમામની નજર

vartmanpravah

નવસારી જિલ્લામાં કોરોના પોઝીટીવના 285 કેસ નોધાયાં : 1470 ઍકટિવ કેસ

vartmanpravah

પારડી જીવદયા ગ્રુપે લીલવણ નામના સુંદર દેખાતા સાપનું રેસ્‍કયુ કરી ઉગાર્યો

vartmanpravah

‘ચૂંટણી લોકશાહીનું પર્વ છે’

vartmanpravah

Leave a Comment