January 17, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી બલીઠા હાઈવે ઉપર કાર ચાલકે કાબુ ગુમાવતા ટ્રક સાથે ભટકાતા ગંભીર અકસ્‍માત સર્જાયો : ચાલકનો બચાવ

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.19: વાપી નેશનલ હાઈવે અકસ્‍માત ઝોન બની ગયો છે. શહેરની મધ્‍યમાંથી હાઈવે પસાર થતો હોવાથી અકસ્‍માતોના બનાવ દિન પ્રતિદિન વધી રહ્યા છે તેવો વધુ એક અકસ્‍માત બલીઠા હાઈવે બ્રહ્મદેવ મંદિર પાસે આજે થયો હતો. કાર ચાલકે સ્‍ટેયરીંગ ઉપર કાબુ ગુમાવતા કાર ટ્રક સાથે અથડાતા ગંભીર અકસ્‍માત સર્જાયો હતો. અકસ્‍માતમાં કાર ચાલકનો ચમત્‍કારિક બચાવ થયો હતો.
વાપી બલીઠા હાઈવે બ્રહ્મદેવ મંદિર પાસે કાર નં.જીજે 15સીડી 8833નો ચાલક રોંગ સાઈડ ડ્રાઈવિંગ કરી રહ્યો હતો ત્‍યારે અચાનક સ્‍ટેયરીંગ પરથી કાબુ ગુમાવતા કાર ટ્રક સાથે ભટકાતા ગંભીર અકસ્‍માત સર્જાયો હતો. જેમાં કાર ચાલકનો ચમત્‍કારિક બચાવ થયો હતો. સ્‍થાનિક લોકોએ કાર ચાલકને નાની મોટી ઈજા થતા સારવાર માટે ખસેડયો હતો. અકસ્‍માતની સમગ્ર ઘટના સી.સી.ટી.વી.માં કેદ થઈ હતી. અકસ્‍માત મામલે કોઈ પોલીસ ફરિયાદ નોંધાઈ નથી.

Related posts

એસ.આઈ.એ.ની અર્ધવાર્ષિક સાધારણ સભા સંપન્ન

vartmanpravah

કોરોનાના પ્રવેશને રોકવા સંઘપ્રદેશની હોસ્‍પિટલોમાં યોજાઈ મોકડ્રિલઃ ઈમરજન્‍સી ચિકિત્‍સા સંસાધનોનું કરવામાં આવ્‍યું નિરીક્ષણ

vartmanpravah

દમણ-દીવના પૂર્વ સાંસદ ડાહ્યાભાઈ પટેલની આજે પ્રથમ પુણ્‍ય તિથિ : સત્‍કાર્યોની તાજી થતી યાદો

vartmanpravah

વાપી રેલ્‍વે સ્‍ટેશન ઉપર સિંકદરાબાદ-રાજકોટ ટ્રેનમાં મુસાફરી કરી રહેલ વડોદરાની મહિલાનું પર્સ ચોરાયું

vartmanpravah

સરકારી પ્રાથમિક શાળા ડાભેલમાં શિક્ષક દિનની કરાયેલી ઉજવણી

vartmanpravah

વાપી તાલુકા ભાજપ ઉપ પ્રમુખ શૈલેષ પટેલ મર્ડરના શકમંદના નામો જાહેર થયા હોવા છતાં પોલીસ પકડથી દૂર

vartmanpravah

Leave a Comment