December 1, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી ચલામાં મા જનમ ટ્રસ્‍ટ દ્વારા શ્રી સ્‍વામિનારાયણ ગુરુકુળ સલવાવના સહયોગથી ‘‘રાસ રસિયા” નવરાત્રી મહોત્‍સવ ઉજવાશે

માતાજીની ધાર્મિક વિધિવિધાન સાથે આરાધના માણવા મળશે

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.13: વાપી ખાતે કોરોના મહામારી સમયથી ભૂખ્‍યા માટે ભોજનના ઉદેશ્‍સ્‍યથી અન્નક્ષેત્ર શરુ કરી આ નિઃશુલ્‍ક અન્નક્ષેત્રને કાયમી ચાલુ રાખી દરરોજ સેંકડો ભૂખ્‍યા લોકોની જઠરાગ્નિ ઠારતી સંસ્‍થા મા જનમ ટ્રસ્‍ટ. આ સંસ્‍થાના લાભાર્થે શ્રી સ્‍વામિનારાયણ ગુરુકુળ, સલવાવના સહયોગથી વાપીના ચલા મુક્‍તાનંદ માર્ગ ખાતે ‘‘રાસ રસિયા” નવરાત્રી મહોત્‍સવ-2023 નું આયોજન કરવામાં આવ્‍યું છે. આ મહોત્‍સવમાં જાણીતા ગરબા ગાનાર કલાકારો તેમની આધુનિક સાજયંત્રો સાથે રંગ જમાવશે.
આ ‘‘રાસ રસિયા” નવરાત્રી મહોત્‍સવની વિશેષતા એ રહેશે કે માતાજીની પૂજા- આરાધના આપણા ધાર્મિક વિધિવિધાનથી થશે. લોકોને પ્રથમવાર માતાજીની નવ દિવસ આરાધના કેવી રીતે થાય તેના દિવ્‍ય દર્શન થશે. ગરબાના ગીતો પણ આ માતાજીના આરાધનાના પર્વને કોઈપણ રીતે આહત થાય તેવા નહી હોય તેની કાળજી રખાશે.
અવસર દરમિયાન અનેક મહાનુભાવો અને સિતારો પણ હાજરી આપશે.
અવસરની સાથે એક્‍સઝીબેશનનું પણ આયોજન કરવામાંઆવ્‍યું છે. જેનો સમય દરરોજ બપોરે 2.30 થી રહેશે.

Related posts

મધ્‍યપ્રદેશના રાજયપાલશ્રીએ કુંકણા સમાજના સુખી ભવનની મુલાકાત લીધી : કુંકણા સમાજના બાળકોના શિક્ષણ માટે ધનરાશિ આપી

vartmanpravah

ભીલાડ નજીક ડેહલીનીસ્‍ટાર્ટા કંપનીની બાંધકામ સાઈટ ઉપર સર્જાયેલા અકસ્‍માતમાં એકનું મોત બે ઘાયલ

vartmanpravah

ખાતાકીય તપાસમાં કેસ પતાવટ માટે રૂા.10 હજારની લાંચ લેતા વલસાડ એસ.ટી.નિયામક એસીબીના છટકામાં ઝડપાયો

vartmanpravah

દીવ જિલ્લાને નશા મુક્‍ત બનાવવા કરાયેલું વિચાર મંથન : સ્‍કૂલ-કોલેજમાં વધુ જાગૃતિ લાવવા જોર

vartmanpravah

રોટરી વાપી રિવરસાઈડ દ્વારા વાપી હાફ મેરેથોનનું આયોજન કરાયું

vartmanpravah

દાનહના ખેરડી પંચાયત ખાતે મહેસૂલ શિબિર યોજાઈ

vartmanpravah

Leave a Comment