(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.15: સેલવાસના આમલી વિસ્તારમાં આવેલ ગાયત્રી મંદિર ખાતે ગાયત્રી પરિવાર દ્વારા શ્રાદ્ધ પર્વ અમાવસ્યા નિમિત્તે પિતૃતર્પણ વિધિનું આયોજન કરવામાં આવ્યું હતું. દીપકભાઈ મહારાજની અધ્યક્ષતામાં સામૂહિક પિતૃતર્પણ વિધીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામા લોકોએ લાભ લીધો હતો.