September 11, 2026
Vartman Pravah
Breaking Newsગુજરાતપારડી

નાણાં મંત્રી કનુભાઇ દેસાઇના હસ્‍તે પારડી નગરપાલિકા વિસ્‍તારમાં રૂા.૪૩૧.૯૪ લાખના ખર્ચે ચાર વિકાસકાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત

વલસાડ તા.૦6: નાણા, ઉર્જા, પેટ્રોકેમીકલ્‍સ વિભાગના મંત્રી કનુભાઈ દેસાઈના વરદહસ્‍તે પારડી નગરપાલિકા વિસ્‍તારમાં રૂ.૧૪૧.૬૧લાખના ખર્ચે લાયબ્રેરી, રૂા.૯૭.૭૪ લાખના ખર્ચે કોમ્‍યુનીટી હોલ અને રૂ.૧૩૬.૫૯ લાખના ખર્ચે પારડી નગરપાલિકાના જુદા-જુદા વિસ્‍તારોના સી.સી. તથા આર.સી.સી. રસ્‍તાઓના ખાતમુહૂર્ત તેમજ રૂ.૫૬ લાખના ખર્ચે નુતન નગર તથા સ્‍વાતિ કોલોનીના આંતરિક ડામર રોડ તથા સ્‍વાતિ કોલોનીના કામોના લોકાર્પણ મળી કુલ રૂા.૪૩૧.૬૪ લાખના વિકાસકામોનાં લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્‍યા હતા.

આ અવસરે નાણામંત્રી કનુભાઇ દેસાઇએ પારડી નગરપાલિકા ટીમની કામગીરીની બિરદાવતાં જણાવ્‍યું હતું કે, પારડી વિસ્‍તારમાં અનેકવિધ વિકાસકાર્યો થઇ રહયાં છે. આવનારા સમયમાં પણ અનેકવિધ કામો થકી નગરપાલિકા વિસ્‍તારને અનેક સુવિધાઓ ઉપલબ્‍ધ કરાવવાનું આયોજન કરાયું હોવાનું તેમણે વધુમાં જણાવ્‍યું હતું. સફાઈ કામદારો માટે મકાનો બનાવવા, શાકભાજી માર્કેટ બનાવવાની કામગીરીનું સુચારુ આયોજન કરવા તેમજ સોલિડ વેસ્‍ટ સાઈડની કામગીરી એક વર્ષ એક વર્ષમાં પૂરી થાય તેમજ કિલ્લાના વિકાસ માટે આગવી ઓળખ તરીકેની સુવ્‍યવસ્‍થિત યોજના બનાવી કામગીરી હાથ ધરવા જણાવ્‍યું હતું.

પારડી નગરપાલિકા પ્રમુખ હસુભાઈ રાઠોડે સ્‍વાગત પ્રવચનમાં સૌને આવકાર્યા હતા. નગરપાલિકા બાંધકામ સમિતિ અધ્‍યક્ષ રાજેશભાઈ પટેલે આજે થનારા ખાતમુહૂર્ત અને લોકાર્પણના કામોની વિસ્‍તૃત જાણકારી આપી હતી. આભારવિધિ ચીફ ઓફિસર પ્રાચીબેન દોશીએ આટોપી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન પ્રિતેશ ભરૂચાએ કર્યું હતું.

Related posts

ચીખલીના કલીયારીમાં મધરાત્રે શિરડીથી અમદાવાદ જતી લક્‍ઝબરી બસ અને આઈસર ટેમ્‍પો સામસામે ભટકાતા બંને ચાલકના મોત

vartmanpravah

વલસાડ જિલ્લા પોલીસ વડાના હસ્‍તે ઉત્તરાયણ પૂર્વે વાહન ચાલકોને સેફટી ગાર્ડનું વિતરણ કરાયું

vartmanpravah

કપરાડાની અસલકાંટી કેન્‍દ્રની શાળાઓમાં માતા-પિતા વિનાના 80 બાળકોને શૈક્ષણિક કીટ અપાઈ

vartmanpravah

વલસાડ જીઆરપી રેલવે પોલીસ સ્‍ટેશનમાં ટ્રેનોમાં દારૂ હેરાફેરી માટે હલ્લાબોલ : આવેદનપત્ર અપાયું

vartmanpravah

દમણ જિલ્લા ભાજપ યુવા મોર્ચા દ્વારા રક્‍તદાન કેમ્‍પનું આયોજન સંપન્ન

vartmanpravah

..સાવ ઓછા પ્રયત્‍નમાં જ દાદરા સામ્‍યવાદીઓના હાથમાં આવી ગયું

vartmanpravah

Leave a Comment