Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

શ્રી દમણ જિલ્લા કોળી પટેલ સમાજ ભવન સોમનાથ ખાતે નવરંગ ગરબા ક્‍લાસીસ દ્વારા યોજાયેલી ગરબાની સ્‍પર્ધા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.13: આજે દમણમાં શ્રી દમણ જિલ્લા કોળી પટેલ સમાજ ભવન સોમનાથ ખાતે નવરંગ ગરબા ક્‍લાસીસ દ્વારા ગરબાની સ્‍પર્ધાનુંઆયોજન કરવામાં આવ્‍યું હતું. શ્રી દમણ જિલ્લા કોળી પટેલ સમાજ દ્વારા છેલ્લા 5 વર્ષથી નવરંગ ગરબા ક્‍લાસનુ આયોજન થઈ રહ્યું છે અને આ પાંચમું વર્ષ છે. દર વર્ષે ખેલૈયાઓ મળી ગરબા રમઝટ ક્‍લાસમાં ભાગ લેતા હોય છે. જેની કડીમાં આ વર્ષે પણ ખેલૈયાઓની સંખ્‍યા 450ની પાર પહોંચી હતી.
આજના કાર્યક્રમની શરૂઆત માઁ અંબાની આરતીથી કરવામાં આવી હતી. આ પ્રસંગે કાર્યક્રમના મુખ્‍ય અતિથિ તરીકે શ્રી દમણ જિલ્લા કોળી પટેલ સમાજના સચિવ શ્રી જયંતિભાઈ પટેલ ઉપસ્‍થિત રહ્યા હતા. આ પ્રસંગે સમાજના સોશિયલ મીડિયા પ્રભારી શ્રી ઉપેન્‍દ્રભાઈ પટેલ વિજેતાઓને ટ્રોફીઓ અને ઉપહારો આપી સન્‍માનિત કરવામાં આવ્‍યા હતા.

Related posts

ધરમપુરના આવધા ગામે સાકાર મોક્ષભૂમિનું ભૂમિ પૂજન કરવામાં આવ્‍યું

vartmanpravah

‘આયુષ્‍માન ભવઃ’ કાર્યક્રમ અંતર્ગત સંપ્રદેશ દાનહ અને દમણ-દીવમાં કુપોષણની નાબૂદી માટે આરોગ્‍ય સલાહકાર ડૉ. વી.કે.દાસના નેતૃત્‍વમાં યોજાયેલી તાલીમ શિબિર

vartmanpravah

‘વિશ્વ પ્રવાસન દિવસ’ નિમિત્તે દમણમાં ‘ટ્રાવેલ ફોર લાઇફ પ્રોગ્રામ’નું કરાયું લોન્‍ચિંગ

vartmanpravah

નવસારી જિલ્લામાં બે દિવસથી વાદળછાયા વાતાવરણને પગલે આંબા કલમની ફૂટ (મૌર) પર વર્તાયેલી માઠી અસર

vartmanpravah

વિદ્યામંદિર શેરીમાળ પ્રાથમિક શાળાના ૭૫માં સ્થાપના દિવસની ઉજવણી કરાઈ

vartmanpravah

દીવ ન.પા.ના પ્રમુખની ચૂંટણી 16 જુલાઈએ યોજાશે

vartmanpravah

Leave a Comment