October 17, 2026
Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદમણદીવવલસાડવાપીસેલવાસ

ખાનવેલ સબ ડિવિઝનલ મેજિસ્‍ટ્રેટે મોર્રમ અને અન્‍ય ખનીજોના ખનન પર લગાવ્‍યો પ્રતિબંધ

આદેશનું ઉલ્લંઘન કરનારને ભારતીય દંડ સંહિતા 1860ની કલમ 188 મુજબ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.23 : દાદરા નગર હવેલીના ખાનવેલ સબ ડિવિઝનલ મેજિસ્‍ટ્રેટ દ્વારા ખાનવેલ સબ ડીવીઝનમાં ચાલુ મોર્રમ અને અન્‍ય ગૌણ ખનીજોના ખનન પર પ્રતિબંધ લગાવવામાં આવ્‍યો છે. ખાનવેલના સબ ડિવિઝનલ મેજિસ્‍ટ્રેટ શ્રી પ્રિયાંક કિશોરને માહિતી મળી હતી કે, દાનહ અને ડીડીના ખાનવેલ વિસ્‍તારમાં માટી, મોર્રમ અને અન્‍ય ખનીજોનું ગેરકાયદેસર ખનન ચાલી રહ્યું છે જેમાં દાનહ ગૌણ ખનીજ નિયમ-2013નું ઉલ્લંઘન થઈ રહ્યું છે. જે યુનિયન ટેરીટરીમાં લાગુ છે અને એનાથી યુ.ટી.ના મહેસૂલ વિભાગને પણ નુકસાન થઈ રહ્યું છે. આ રીતની ગતિવિધિઓ ખાનવેલ વિસ્‍તારની નદી, નાળા અને કુદરતી પ્રવાહને ગંભીર નુકસાનકર્તા છે. જેથી દંડ પ્રક્રિયા સંહિતા 1973ની કલમ 144નો ઉપયોગ કરતા ખાનવેલ સબ ડિવિઝનલ મેજિસ્‍ટ્રેટ શ્રી પ્રિયાંક કિશોર દ્વારા ખાનવેલ સબ ડીવીઝનમાં દાનહ મિનરલ રૂલ્‍સ-2013નું ઉલ્લંઘન કરનારા તમામ વ્‍યક્‍તિઓને કોઈપણ ખનન ગતિવિધિઓમાં સામેલ થવા ઉપર પ્રતિબંધ ફરમાવાયો છે. આદેશનું ઉલ્લંઘન કરનારાને ભારતીય દંડ સંહિતા 1860નીકલમ 188 મુજબ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવનાર હોવાનું એક અખબારી યાદીમાં જણાવાયું છે.

Related posts

ચીખલીના ફડવેલ ગામે સામાન્‍ય વરસાદમાં પણ નાવણી નદી પરના ડૂબાઉ કોઝ-વેથી લોકોને પડતી ભારે હાલાકી

vartmanpravah

ઉમરગામ નોટીફાઈડ કચેરીનો અણધડ કારભાર

vartmanpravah

ચીખલીના કુકેરી ગામે શાંતાબા વિદ્યાલયમાં દાતાઓના યોગદાનથી નિર્માણ થનાર કુમાર છાત્રાલયનું ખાતમુહૂર્ત કરાયું

vartmanpravah

દાનહના સીલી ખાતે 0.92 હેક્‍ટરની સરકારી જમીન ઉપર ગેરકાયદે દબાણની સાથે બાંધકામ પણ કરાતા પ્રશાસન દ્વારા હટાવાયું

vartmanpravah

વલસાડ જિલ્લા કલેક્‍ટર નૈમેષ દવેના અધ્‍યક્ષસ્‍થાને સંકલન સમિતિની બેઠક મળી

vartmanpravah

એસ.પી. રાજેન્‍દ્ર પ્રસાદ મીણાની અધ્‍યક્ષતામાં દાનહ પોલીસ હેડ ક્‍વાર્ટર ખાતે જ્‍વેલર્સના વેપારીઓ સાથે અવૈધ ગતિવિધિઓથી સાવધ રહેવા બેઠકનું કરાયેલું આયોજન

vartmanpravah

Leave a Comment