Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

પોર્ટુગીઝ સલ્‍તનતના સમયે 75 વર્ષ પહેલાં સ્‍થાપાયેલ દમણની સાર્વજનિક વિદ્યાલય ખાતે યોજાયેલ નીટની પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન

નોંધાયેલા કુલ 486 પૈકી 430 વિદ્યાર્થીઓએ આપેલી પરીક્ષા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.17: આજે દમણની મહાત્‍મા ગાંધી મેમોરિયલ એજ્‍યુકેશન સોસાયટી સંચાલિત સાર્વજનિક વિદ્યાલયમાં મેડિકલ અંડરગ્રેજ્‍યુએટ માટેની નીટની પરીક્ષા ખુબ જ શાંતિપૂર્ણ રીતે યોજાઈ હતી. આયોજકોએ પરીક્ષાર્થીઓનેપણ કોઈ તકલીફ નહીં પડે તેની કાળજી લીધી હતી.
આજે સાર્વજનિક વિદ્યાલય ખાતે યોજાયેલ નીટની પરીક્ષામાં કુલ 486 વિદ્યાર્થીઓ નોંધાયેલા હતા. જે પૈકી 430 વિદ્યાર્થીઓએ પરીક્ષા ઉત્‍સાહ અને ઉમંગ સાથે આપી હતી.
અત્રે નોંધનીય છે કે, મહાત્‍મા ગાંધી મેમોરિયલ એજ્‍યુકેશન સોસાયટી સંચાલિત સાર્વજનિક વિદ્યાલય ફિરંગી સલ્‍તનતના કાર્યકાળથી કાર્યરત છે. 75 વર્ષ પહેલાં પોર્ટુગીઝ સામ્રાજ્‍યમાં રાષ્‍ટ્રપિતા મહાત્‍મા ગાંધીના નામ ઉપરથી શૈક્ષણિક સંસ્‍થાનું નામકરણ કરી સંચાલકોએ પોતાની નૈતિક હિંમત પણ બતાવી હતી.

Related posts

કપરાડામાં મિલેટ ફેસ્‍ટીવલ દિવસની ઉજવણી, ખેડૂતોને વધુમાં વધુ યોજનાનો લાભ લેવા અનુરોધ કરાયો

vartmanpravah

પારડી સ્‍વાધ્‍યાય મંડળ નવયુવક મિત્ર મંડળ બન્‍યું આકર્ષણનું કેન્‍દ્ર

vartmanpravah

દમણના કચીગામમાં નાળામાંથી યુવકની હત્‍યા કરાયેલી લાશ મળી આવતાં ચકચાર

vartmanpravah

નવસારી જિલ્લામાં પાક નુકશાનીનો સર્વે કામગીરી હાથ ધરાઇ

vartmanpravah

જામનગર-રાજકોટ હાઈવે પર બોલેરો અને મોપેડ વચ્‍ચે અકસ્‍માત: વાપીના એક જ પરિવારના ત્રણ લોકોના મોત

vartmanpravah

નવસારી જિલ્લામાં કુપોષણ અંગે જનજાગૃતિ અભિયાનનો શુભારંભ

vartmanpravah

Leave a Comment