November 16, 2025
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણ

દમણની વૈદિક ડેન્‍ટલ કોલેજનો દિક્ષાંત સમારોહ યોજાયો

2023ના વર્ષમાં ડેન્‍ટલનો અભ્‍યાસ પૂર્ણ કરી ગ્રેજ્‍યુએટ થયેલા અને ઈન્‍ટર્નશીપના વિદ્યાર્થીઓને મેડલ અને પ્રમાણપત્ર આપી સન્‍માનિત કરાયા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.16 : દમણની વૈદિક ડેન્‍ટલ કોલેજ અને રિસર્ચ સેન્‍ટરમાં 2023ના વર્ષમાં ડેન્‍ટલ કોર્સ પૂર્ણ કરી ગ્રેજ્‍યુએટ થયેલા અને ઈન્‍ટર્નશીપ પૂર્ણ કરનારા વિદ્યાર્થીઓ માટે આજે દિક્ષાંત સમારોહનું આયોજન કરવામાં આવ્‍યું હતું.
પ્રાપ્ત માહિતી મુજબ નાની દમણ ખાતેના સ્‍વામી વિવેકાનંદ ઓડિટોરિયમમાં આજે દમણની વૈદિક ડેન્‍ટલ કોલેજમાં 2023ના વર્ષમાં દંત ચિકિત્‍સાનો અભ્‍યાસક્રમ પૂર્ણ કરી ગ્રેજ્‍યુએટ થયેલા અને ઈન્‍ટર્નશીપ પૂર્ણ કરનારા વિદ્યાર્થીઓની પદવી માટે દિક્ષાંત સમારોહ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્‍યું હતું. આ પ્રસંગે પ્રદેશ ભાજપ પ્રમુખ શ્રી દીપેશભાઈ ટંડેલ મુખ્‍ય અતિથિ તરીકે ઉપસ્‍થિત રહ્યા હતા.
આજના દિક્ષાંત સમારોહ કાર્યક્રમમાં દંત ચિકિત્‍સાનો અભ્‍યાસ પૂર્ણ કરી ગ્રેજ્‍યુએટની થયેલા અને ઈન્‍ટર્નશીપ પૂર્ણ કરનારા વિદ્યાર્થીઓને ઉપસ્‍થિત મહાનુભાવોના હસ્‍તે મેડલ તથા પદવીપ્રમાણપત્ર આપીને સન્‍માનિત કરવામાં આવ્‍યા હતા.
આ પ્રસંગે પદ્મશ્રી ડો. એસ.એસ.વૈશ્‍ય, વૈદિક ડેન્‍ટલ કોલેજના ટ્રસ્‍ટી અને દમણ નગરપાલિકાના પ્રમુખ શ્રી અસ્‍પી દમણિયા, ખાસ ઉપસ્‍થિત રહેલા મહેમાન શ્રી જગીત સિંઘ સચર બોબી કુંદ્રા, ડેન્‍ટલ કોલેજના ડીન, પ્રોફેસર શ્રી માજીદ રેહા, વિદ્યાર્થીઓ અને વાલીઓ ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

પારડીમાં અમૃત કળશ યાત્રાની શોભાયાત્રા નીકળી: કેબિનેટમંત્રી કનુભાઈ દેસાઈએ લીલી ઝંડી બતાવી શોભા યાત્રા રવાના કરી પોતે પણ જોડાયા

vartmanpravah

દમણ પોલીકેબ કંપની દ્વારા સ્‍વાતંત્ર્ય દિવસની કરાયેલી આનંદ-ઉત્‍સાહથી ઉજવણી

vartmanpravah

ભીલાડ-સંજાણમાં સામાન્ય વહીવટ વિભાગના સચિવ રાકેશ શંકરની ઉપસ્થિતિમાં પ્રવેશોત્સવ ઉજવાયો

vartmanpravah

અખિલ બ્રહ્માંડની અધિષ્ઠત્રી જગદંબા સદૈવ કલ્‍યાણકારી છેઃ પ્રફુલભાઇ શુક્‍લ

vartmanpravah

કપરાડા તાલુકાના સુખાલા ગામે જરૂરિયાતમંદ પરિવારની પડખે સ્‍વામિનારાયણ જ્ઞાનપીઠ સલવાવ

vartmanpravah

રખોલી ગ્રામ પંચાયતે જાહેર સ્‍વચ્‍છતા નહીં રાખતા અને આદેશનું પાલન નહીં કરનારી બે ચાલીઓના કાપેલા ઈલેક્‍ટ્રીક કનેક્‍શન

vartmanpravah

Leave a Comment