January 16, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ગોઈમામાં બે સ્‍થળો ઉપર આર.ઓ. પ્‍લાન્‍ટનું લોકાર્પણ કરવામાં આવ્‍યું

જિલ્લા પંચાયત સભ્‍ય અને શાસક પક્ષના નેતા શૈલેસભાઈની ગ્રાન્‍ટમાંથી રૂા.2,50,000 ની આર.ઓ. પ્‍લાન્‍ટ માટે ગ્રાન્‍ટ ફાળવવામાં આવી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.30: આજરોજ તારીખ-30/04/2023 ને રવિવારના રોજ સવારે 10.30 કલાકે પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીના મન કી બાત કાર્યક્રમ પહેલાં ગોઈમા જિ.પંચાયત સભ્‍ય શાસક પક્ષના નેતા શૈલેસકુમાર આર. પટેલ દ્વારા જિ.પંચાયતની પંદરમાં નાણાપંચની ગ્રાન્‍ટમાંથી ફાળવેલ બે આર.ઓ. પ્‍લાન્‍ટ, (1) ગોઈમા ગામ પંચાયત કચેરી. રૂા.2,50,000 અંકે રૂપિયા બે લાખ પચાસ હજાર (2) ગોઈમા જલારામ મંદિર પાસે રૂા.2,50,000 અંકેરૂપિયા બે લાખ પચાસ હજારનું લોકાર્પણ શાસક પક્ષના નેતા શૈલેસકુમાર આર. પટેલના હસ્‍તે કરવામાં આવ્‍યું. આર.ઓ. પ્‍લાન્‍ટથી ગોઈમા જલારામ મંદિરમાં આવતા ભાવિક ભક્‍તજનો માટે ગામ પંચાયત કચેરી અને સસ્‍તા અનાજની દુકાનમાં આવતા પ્રજા જનો માટે મોટા ફ., આગ્રીવાડ ફ., તળાવ ફ., વમળ ફ., પટેલ ફ., વાણીયાવાડ., મકન ફ. વગેરે ફળીયાના લોકોને શુધ્‍ધ પીવાનુ પાણી મળી રહેશે. આ પ્રસંગે જિલ્લા બાળ વિકાસ સમિતિ અને એટીવીટી સભ્‍ય બ્રિજેશ પટેલ, સરપંચ પતિ મિતેશભાઈ, જિલ્લા સહકાર સેલ સભ્‍ય અમૃતલાલ પટેલ, ડેપ્‍યુટી સરપંચ મિતેશભાઈ, જલારામ ભક્‍ત મંડળના પ્રમુખ ભુપેશકુમાર પટેલ, ગામ પંચાયત સભ્‍ય વિજયભાઈ, ભાવેશ પટેલ, વનેશ પટેલ, કૌશિક પટેલ ઉપસ્‍થિત રહ્યા હતા. જલારામ ભક્‍ત મંડળના પ્રમુખ ભુપેશકુમાર પટેલે અને સરપંચ જ્‍યોતિબેન પટેલે જિ.પંચાયત સભ્‍યનો આભાર માન્‍યો હતો.

Related posts

ચીખલીમાં મોબાઈલ ફોનની દુકાનમાં ચોરી કરનાર આરોપીઓના 6 દિવસના રિમાન્‍ડ મંજૂર

vartmanpravah

વલસાડ જિલ્લાની પ બેઠક પર ઉમેદવારી પત્ર ચકાસણીની પ્રક્રિયામાં 38 ફોર્મ મંજૂર, 21 રદ્‌

vartmanpravah

વલસાડ સિટી પોલીસ સ્‍ટેશનના પાછળના ભાગમાં આગ લાગી : મુદ્દામાલ તરીકે રાખેલ બે બાઈક બળીને ખાખ

vartmanpravah

વલસાડના તિથલમાં યુનિયન બેંકના સંકુલમાં નાણામંત્રી કનુભાઈ દેસાઈની ઉપસ્થિતિમાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો

vartmanpravah

કેન્‍દ્રિય આવાસ અને શહેરી વિકાસ રાજ્‍યમંત્રી કૌશલ કિશોરે ખાનવેલ ખાતે વિકસિત ભારત સંકલ્‍પ યાત્રામાં આપેલી હાજરી

vartmanpravah

કેન્‍દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિતભાઈ શાહના અધ્‍યક્ષસ્‍થાને દીવમાં વેસ્‍ટર્ન ઝોનલ કાઉન્‍સિલની 25મી બેઠક યોજાઈ

vartmanpravah

Leave a Comment