December 1, 2025
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદેશસેલવાસ

કરચોંડના પતિ-પત્‍ની નદીમાં તણાતાં એનડીઆરએફની ટીમે હાથ ધરેલી શોધખોળ

ગામલોકો અને તંત્ર દ્વારા ભારે શોધખોળ આદરવા છતાં તણાયેલા બંને પતિ-પત્‍નીની કોઈ ભાળ મળી શકી નથી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.28: વલસાડ જિલ્લાને અડીને આવેલા કેન્‍દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલીના કરચોંડ ગામે ખેતરમાં કામ કરી રહેલ ખેડૂત પરિવારના પતિ-પત્‍ની ભારે વરસાદના કારણે ધસમસતા પાણીના પ્રવાહમાં નદીમાં તણાઈ જવાની ઘટના બની હતી.
પ્રાપ્ત માહિતી મુજબ ગઈકાલે ચતુર બારકુ ઘાંટાળ (ઉ.વ.55) અને તેમની પત્‍ની પોવની ચતુર ઘાંટાળ (ઉ.વ 52) રહેવાસી કરચોંડ પટેલપાડા જેઓ બન્ને પતિ-પત્‍ની નદી કિનારે આવેલા તેમના ખેતરમાં કામ કરી રહ્યા હતા. તે સમયે અચાનક નદીમાં પાણીનો પ્રવાહ વધી જતાં બન્ને જણા ફસાઈ ગયા હતા. બાદમાં ઔર વધુ પાણીના ધસમસતા પ્રવાહમાં તેઓ તણાઈ ગયા હતા. ગ્રામજનોનેખબર મળતાં જ તેઓએ તણાઈ ગયેલા પતિ-પત્‍નીની શોધખોળ શરૂ કરી હતી. પરંતુ તેમનો ક્‍યાંય પત્તો લાગ્‍યો ન હતો. આ ઘટના અંગેની જાણ પ્રશાસનને કરાતા તાત્‍કાલિક એનડીઆરએફની ટીમને કામે લગાડી દેવામાં આવી હતી અને આ બન્ને પતિ-પત્‍નીની શોધખોળ હાથ ધરી હતી. પરંતુ હજુ સુધી તણાયેલા પતિ-પત્‍નિની કોઈ ભાળી શકી નથી.
અત્રે યાદ રહે કે, છેલ્લા બે-ત્રણ દિવસથી દાનહ સહિત મધુબન ડેમના ઉપરવાસમાં વરસેલા ભારે વરસાદના કારણે મધુબન ડેમમાંથી ભારે માત્રામાં પાણી છોડવામાં આવી રહ્યું છે. આ બાબતે રોજે રોજ લોકોને સૂચિત પણ કરવામાં આવી રહ્યા છે. પ્રશાસન દ્વારા સૂચિત કરવામાં આવે છે કે ભારે વરસાદમાં ભયજનક સ્‍થળોએ નહીં જવા અને કોઈ અતિ મહત્ત્વના કામ નહીં હોય તો ઘરની બહાર નહીં નિકળવા અપીલ કરવામાં આવે છે.

Related posts

વાપી હાઈવે પર રૂા.11.48 લાખનો દારૂનો જથ્‍થો ભરેલા કન્‍ટેનર સાથે ચાલક ઝડપાયો

vartmanpravah

‘હર ઘર તિરંગા’ અભિયાનઃ સંઘપ્રદેશમાં રાષ્‍ટ્ર પ્રેમ, દેશદાઝ સાથે ખેલદિલી આનંદ-ઉત્‍સવનો પ્રસંગ

vartmanpravah

અખિલ બ્રહ્માંડની અધિષ્ઠત્રી જગદંબા સદૈવ કલ્‍યાણકારી છેઃ પ્રફુલભાઇ શુક્‍લ

vartmanpravah

176-ગણદેવી વિધાનસભા બેઠક ઉપર 71.49% મતદાન

vartmanpravah

દાનહ વન વિભાગની ટીમે ખરડપાડા ગામે જંગલમાંથી સાગના લાકડા કાપતા ઈસમની કરી ધરપકડ

vartmanpravah

વલસાડમાં વિવિધ હિંદુ સંગઠનો દ્વારા ઉત્તરાયણમાં ડીજે અને લાઉડ સ્‍પિકરના જાહેરનામાનો વિરોધ કરાયો

vartmanpravah

Leave a Comment