October 20, 2024
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ચીખલીમાં યુનિટી ગ્રુપ દ્વારા આયોજિત ડે-નાઈટ ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્‍ટમાં લક્ષ્મણ ડેરી ચેમ્‍પિયન જ્‍યારે નીરવ સંજરી ઈલેવન નવસારી રનર્સઅપ રહી

યુનિટી ગ્રુપ દ્વારા ચીખલીના નેશનલ ક્રિકેટ ગ્રાઉન્‍ડમાં છેલ્લા 16-વર્ષથી ડે-નાઈટ ક્રિકેટ ટુર્નામેન્‍ટ યોજવામાં આવે છે. સાથે વૃક્ષારોપણ કરી વૃક્ષોનું જતન પણ કરવામાં આવે છે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી (વંકાલ), તા.05: યુનિટી ગ્રુપનાશૈલેષભાઈ (એસ.યુ.) ની આગેવાનીમાં છેલ્લા 16-વર્ષથી જુન માસના પ્રથમ સપ્તાહમાં અત્રેના નેશનલ ક્રિકેટ ગ્રાઉન્‍ડમાં ડે-નાઈટ ક્રિકેટ ટુર્નામેન્‍ટનું આયોજન કરવામાં આવી રહ્યું છે. અને છેલ્લા કેટલાક વર્ષથી ક્રિકેટ ટુર્નામેન્‍ટ સાથે વૃક્ષારોપણ પણ કરવામાં આવે છે. ક્રિકેટ સાથે પ્રકળતિમાં વિશેષ લગાવ ધરાવતા એસ.યુ.પટેલ દ્વારા વૃક્ષોના ઉછેરની પણ વ્‍યવસ્‍થા કરવામાં આવી છે.
હાલે યુનિટી ગ્રુપ દ્વારા આયોજિત ક્રિકેટ ટુર્નામેન્‍ટનું ઉદ્દઘાટન જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ ડો.અમીતાબેન પટેલ, સ્‍પંદન હોસ્‍પિટલના સંચાલક સિડની વાધેલા, તાલુકા પંચાયતના સભ્‍ય ધર્મેશભાઈ ઘેજ, નેશનલ ક્રિકેટ ગ્રાઉન્‍ડના પ્રમુખ ભીખુભાઈ કાપડિયા સહિતનાની ઉપસ્‍થિતિમાં કરાયું હતું. ટુર્નામેન્‍ટમાં 14-જેટલી ટીમોએ ભાગ લીધો હતો. જેમાં દેશભરના વિવિધ રાજ્‍યના ખેલાડીઓ જોડાયા હતા. ટુર્નામેન્‍ટની ફાઈનલમાં લક્ષ્મણ ડેરીના 64-રનના ટાર્ગેટ સામે બીજા દાવમાં ચાર વિકેટ ગુમાવી 45-જેટલા જ રન કરી શકતા નવસારીની નીરવ સંજરી ટીમ રનર્સપ રહી હતી. અને લક્ષ્મણ ડેરી ચેમ્‍પિયન થઈ હતી. બન્ને ટીમોને મહાનુભવોના હસ્‍તે ટ્રોફી તથા રોકડ ઈનામ અપાયા હતા.
ટુર્નામેન્‍ટમાં બેસ્‍ટ ફિલ્‍ડર તરીકે ફરદીન કાઝી, બેસ્‍ટ બોલર આશિક અલી, બેસ્‍ટ બેસ્‍ટમેન અજીત મોહિત, મેન ઓફ ધસિરીઝ અંકુશ સિંધ ને જાહેર કરાયા હતા. કૉમેન્‍ટર તરીકે રાજ ચૌહાણ, નૂર મલેક તથા અઝીઝભાઈએ સેવા બજાવી હતી. ટ્રોફી ઈનામ વિતરણમાં ધારાસભ્‍ય નરેશભાઈ, ગણદેવી તાલુકા પંચાયતના કારોબારી ચેરમેન વિનોદભાઈ ગોયદી, જિલ્લા ભાજપના બક્ષીપંચ મોરચાના ઉપપ્રમુખ સંજયભાઈ સમરોલી સહિતના હાજર રહ્યા હતા. ટુર્નામેન્‍ટની સફળતા માટે એસ.યુ.પટેલે સૌ યુવા ક્રિકેટરો, આગેવાનોને બિરદાવ્‍યા હતા.

Related posts

પારડીમાં પોલીસ અને ચોરો વચ્‍ચે સંકલન હોવાની લોકોમાં કાનાફુસી: ચોરોને ઝભ્‍ભે કરવામાં પોલીસ નિરંતર સદંતર નિસફળ : પારડીમાં ધોળે દિવસે પણ ચોરો સક્રિય

vartmanpravah

દમણઃ ‘જય અંબે થાણાપારડી યુવા મંડળ’ દ્વારા યોજાયેલી ક્રિકેટ ટૂર્નામેન્‍ટમાં દલવાડાની ટીમ ફાઈનલમાં વિજેતા બની

vartmanpravah

આજે કરમબેલી-ભિલાડ વચ્‍ચે આરઓબીના ગડર લોંચ કામગીરીને લઈ કેટલીક ટ્રેન પ્રભાવિત થશે

vartmanpravah

નારિયેળી પૂર્ણિમા ઉત્‍સવ-2023 અંતર્ગત દમણ બાલ ભવન બોર્ડ દ્વારા 2 સપ્‍ટેમ્‍બરે ગાયન સ્‍પર્ધા અને 3 સપ્‍ટેમ્‍બર, 2023ના રોજ નૃત્‍ય સ્‍પર્ધાનું આયોજન નાની દમણના સ્‍વામી વિવેકાનંદ ઓડિટોરિયમમાં કરવામાં આવશે

vartmanpravah

દમણ પોલીસે ગુમ થયેલા સગીર છોકરાને થોડા કલાકોમાં શોધી કાઢી તેના માતા-પિતાને સોંપી દીધો

vartmanpravah

સ્‍વચ્‍છતા સર્વેક્ષણ 2023માં વાપી નગરપાલિકા રાજ્‍યમાં પ્રથમ ક્રમે : ગાર્બેજ ફ્રી સિટીમાં વન સ્‍ટાર

vartmanpravah

Leave a Comment