સ્પર્ધામાં વિજેતા વિદ્યાર્થીઓને પી.એસ.આઈ. સેજલ પટેલ અને પી.એસ.આઈ. ચેતન પટેલના હસ્તે ઈનામો આપી સન્માનિત કરાયા
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ, તા.25: દમણ પોલીસ વિભાગ દ્વારા ગઈકાલ તા.24મી જૂનના રોજ મોટી દમણ સ્થિત સરકારી સર્વોત્તમ ઉચ્ચત્તર માધ્યમિક શાળામાં ‘‘નશામુક્તિ”ના વિષય ઉપર ચિત્રકળા સ્પધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં મોટી સંખ્યામાં આનંદ-ઉત્સાહથી વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. જેમાં પ્રથમે હિરલ માધુભાઈ હળપતિ(ધોરણ 9)એ મેળવ્યો હતો જ્યારે દ્વિતીય ક્રમે કુ. ભૂમિકા હળપતિ(ધોરણ 11 કોમર્સ) અને તૃતિય ક્રમે કુ. જતિના હળપતિ(ધોરણ 11 કોમર્સ) રહ્યા હતા.
આ અવસરે વિજેતા વિદ્યાર્થીઓને પી.એસ.આઈ. શ્રીમતી સેજલ પટેલ અને પી.એસ.આઈ. શ્રી ચેતન પટેલના હસ્તે ઈનામો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. દરમિયાન અન્ય સ્પર્ધક વિદ્યાર્થીઓને પણ પ્રોત્સાહક ઈનામો આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.
આ સ્પર્ધાનું સફળ આયોજન કરવા માટે પોલીસ વિભાગના કર્મચારીઓ, શાળાના પ્રિન્સિપાલ શ્રી ભૂપેન્દ્ર પટેલ, મદદનીશ શિક્ષિકા શ્રીમતી પ્રમીલા પી. સોલંકી અને શારીરિક શિક્ષણના શિક્ષક શ્રી મનેષ પટેલે સહયોગ આપ્યો હતો.