(વર્તમાન પ્રવાહન્યુઝ નેટવર્ક)
ચીખલી (વંકાલ), તા.03: પ્રાપ્ત વિગત મુજબ આઠ જેટલા વોર્ડ સભ્યો ધરાવતી બામણવાડા ગ્રામ પંચાયતના ડેપ્યુટી સરપંચ ઉમાબેન શ્રી રાકેશભાઈ પટેલ સામે કામોમાં અડચણ ઊભી કરી હોદ્દાનો દુરુપયોગ કરી વિકાસની યોજનાઓ અટકાવી ગ્રામસભામાં થયેલ ઠરાવને રદ્ કરવા જેવી પ્રવૃત્તિ કરતા હોવાનું જણાવી સભ્યો દ્વારા અવિશ્વાસની દરખાસ્ત થોડા દિવસ પૂર્વે રજૂ કરવામાં આવી હતી.
આ અવિશ્વાસની દરખાસ્ત સંદર્ભે સરપંચ જયશ્રીબેન ભરતભાઈ પટેલ દ્વારા ગ્રામ પંચાયત કચેરીમાં તલાટી સુરેશભાઈની ઉપસ્થિતિમાં સામાન્ય સભા યોજવામાં આવતા ત્રણ સભ્યોની ગેરહાજરી વચ્ચે સરપંચ અને સભ્યો મળી છ જેટલા મતો અવિશ્વાસની દરખાસ્તની તરફેણમાં આવતા ઉપસરપંચ સામે 2/3 ની બહુમતીથી અવિશ્વાસની દરખાસ્ત પસાર થતાં ઉપસરપંચે હોદ્દો ગુમાવવાની નોબત આવી છે.
બામણવાડા ગ્રામ પંચાયતના સભ્યોએ બહુમતીથી અવિશ્વાસની દરખાસ્ત પસાર કરી ઉપસરપંચને હોદ્દા પરથી દૂર કરાતા સ્થાનિક રાજકીય વાતાવરણ ગરમાવા પામ્યું છે.
![](https://newsreach-publisher.s3.ap-south-1.amazonaws.com/vartmanpravah.com/2023/02/Bamanwada-GP.jpg)