January 16, 2026
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદેશ

‘સેવા સપ્તાહ અંતર્ગત’ ભાજપ કડૈયા મંડળ પ્રમુખ જતીન પટેલ દ્વારા મહિલા આરોગ્‍ય શિબિરનું કરાયેલું આયોજન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝનેટવર્ક)
દમણ,તા.22: ભાજપ કડૈયા મંડળના પ્રમુખ શ્રી જતીન પટેલ દ્વારા આજે મહિલા આરોગ્‍ય શિબિરનું આયોજન કરવામાં આવ્‍યું હતું. આ પ્રસંગે ડો.ભક્‍તિ જોગ દ્વારા નિઃશુલ્‍ક આરોગ્‍યની તપાસ કરી સારવાર માટેની સલાહ આપવામાં આવી હતી. જોગ હોસ્‍પિટલમાં સવારે 10 થી 1 વાગ્‍યા સુધી શિબિરનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં મહિલાઓએ લાભ લીધો હતો. આ પ્રસંગે દમણ જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી અસ્‍પી દમણીયા, જિલ્લા મંત્રી શ્રી કિરીટ ભાઈ દમણીયા, દમણ જિલ્લા પંચાયત ઉપ પ્રમુખ શ્રીમતી મૈત્રી પટેલ, દમણ જિલ્લા પંચાયત સભ્‍ય શ્રીમતી સિમ્‍પલ પટેલ, ઘેલવાડ મંડળના પ્રમુખ શ્રી અમ્રતભાઈ પટેલ, સેવા સપ્તાહ સહ કન્‍વીનર રૂકમણી ભાનુશાલી, સોમનાથ મંડળના પ્રમુખ શ્રી અનિલ પટેલ સહિત આગેવાનો અને લાભાર્થી બહેનો ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

સેલવાસ વૃંદાવન સોસાયટીના રહેવાસી પિતા-પુત્રનું નદીના ધસમસતા પ્રવાહમાં તણાઈ જવાથી મોત થતાં પરિવારને આર્થિક સહાયતા ચુકવવા ન.પા.કાઉન્‍સિલર સુમનભાઈ પટેલે કલેક્‍ટરને કરેલી રજૂઆત

vartmanpravah

પ્રદૂષણનો પ્રશ્ન ઉકેલનાર વલસાડની સરકારી ઈજનેરી કોલેજને રાષ્ટ્રીય એવોર્ડ સાથે 1 લાખનું ઈનામ પણ મળ્યું

vartmanpravah

વાપીમાં ગલેના મેટલ્‍સ કંપનીમાંથી રૂા.1.33 લાખના સીસા પ્‍લેટની ચોરી

vartmanpravah

સંભવનાથના એ તિલકમણિના ઝળહળાટ કરતાં શ્રીજીની પ્રતિભાની પ્રભાનો ચંદરવો એ અંગ્રેજના હૃદયને વધુ પ્રકાશી ગયો

vartmanpravah

વહીવટદાર કરણજીત વાડોદરિયાના અધ્‍યક્ષસ્‍થાને દમણ-દીવ સ્‍ટેટ કો-ઓપરેટિવ બેંકની શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થયેલી 7મી વાર્ષિક સામાન્‍ય સભા

vartmanpravah

ખાનદેશ એક્‍સપ્રેસને વાપીમાં સ્‍ટોપેજ મળતા વલસાડ-ડાંગના સાંસદ ડો. કે.સી. પટેલે બતાવેલી લીલીઝંડી

vartmanpravah

Leave a Comment