October 14, 2025
Vartman Pravah
Breaking NewsOtherગુજરાતડિસ્ટ્રીકટદેશનવસારી

આંતરરાષ્‍ટ્રીય બાલિકા દિવસ ‘બેટી બચાવો-બેટી પઢાઓ’ સૂત્રને સાર્થક કરતી દ્રષ્‍ટિ પટેલ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ઓલપાડ, તા.11: ઓલપાડ નગરનાં ઝાંપાફળિયા નિવાસી સારસ્‍વત દંપતી વિજય પટેલ અને કલ્‍પના પટેલની પ્રતિભાવંત દીકરી દ્રષ્‍ટિ પટેલ ગુજરાત હાઇકોર્ટમાં ડેપ્‍યુટી સેક્‍શન ઓફિસર તરીકે પસંદગી પામેલ છે. ખૂબ જ નાની વયે તેણીએ આ પદભાર સંભાળી સમગ્ર કોળી પટેલ સમાજનું નામ રોશન કરેલ છે.
આજે 11 ઓક્‍ટોબર આંતરરાષ્‍ટ્રીય બાલિકા દિવસનાં ગૌરવવંતા અવસરે આ દ્રષ્ટિવંત દીકરીનાં પિતા વિજય પટેલે ગૌરવભેરજણાવ્‍યું હતું કે બાળપણથી જ અસાધારણ કારકિર્દી બનાવવાનો દૃઢ સંકલ્‍પ ધરાવતી દ્રષ્ટિ પોતાની અપેક્ષા મુજબ શ્રેષ્ઠતમ સ્‍થાને પહોંચી ખરા અર્થમાં ઘર આંગણનો તુલસી ક્‍યારો બની છે. ‘બેટી બચાવો-બેટી પઢાઓ’નાં સૂત્રને આત્‍મસાત કરનારા માવતરની અપેક્ષાને પ્રબળ ઈચ્‍છાશક્‍તિ ધરાવતી આ દીકરીએ ખરા અર્થમાં સાર્થક કરી બતાવી પોતાનાં પરિવાર, માદરે વતન હાંસોટ સહિત ઓલપાડ તાલુકાનું પણ નામ રોશન કરેલ છે. તેણીની આ નોંધપાત્ર નિયુક્‍તિ બદલ સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘનાં પ્રમુખ કિરીટભાઈ પટેલ, ડી.આર.રાણા વિદ્યાસંકુલ સુરત, ઓલ ઇન્‍ડિયા એડવેન્‍ચર ગ્રુપ, હાંસોટ મિત્ર મંડળ સહિત કોળી પટેલ સમાજનાં અગ્રણીઓએ અભિનંદન સહ શુભેચ્‍છાઓ પાઠવી હતી.

Related posts

નવસારી એલસીબી પોલીસે ચીખલી હાઈવે પરથી દારૂ ભરેલ ટેમ્‍પા સાથે એકની ધરપકડ કરી

vartmanpravah

ચીખલી તાલુકાના ફડવેલમાં વન વિભાગ દ્વારા રેસ્‍ક્‍યૂ કરાઈ તે પૂર્વે જ ઢળી પડતા દીપડીનું મોત

vartmanpravah

vartmanpravah

દાદરા નગર હવેલી રોટરી ક્‍લબ દ્વારા આંબોલીમાં 27મીના રવિવારે આંખોની નિદાન શિબિર યોજાશે

vartmanpravah

દાનહઃ પ્રાથમિક શાળાના શિક્ષકની નોકરીમાંથી છૂટા કરાયેલા ધર્મેશભાઈ ભોયાએ ગામડાઓમાં ભરાતા હાટ-બજારમાં કપડાંનું વેચાણ કરી આત્‍મનિર્ભરતાનું પુરૂં પાડેલું શ્રેષ્‍ઠ દૃષ્‍ટાંત

vartmanpravah

વલસાડ હાઈવે ઉપર અજાણ્‍યા વાહનની અડફેટમાં આવી ગયેલ મોપેડ સળગી ખાખ થઈ ગયું

vartmanpravah

Leave a Comment