ટેમ્પા સાથે પોલીસે રૂા.12.15 લાખનો મુદ્દામાલ જપ્ત કરી દપાડા
સેલવાસનો ચાલક સુરેશ જુગલની ધરપકડ
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.31: લોકસભાની ચૂંટણી જાહેર થતા જ વલસાડ જિલ્લા પોલીસ દારૂની હેરાફેરી અટકાવા એકશનમાં આવી ગઈ છે.વાપી જીઆઈઢીસી ચાર રસ્તા પાસે સેલવાસથી આવી રહેલો રૂા.7.10 લાખનો દારૂનો જથ્થો ભરેલ ટેમ્પો પોલીસે ઝડપી પાડી ડ્રાઈવરની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી.
જીઆઈડીસી વાપી પોલીસ ગતરોજ વાહન ચેકીંગ કરી રહી હતી તે દરમિયાન સેલવાસ તરફથી આવી રહેલ ટેમ્પો નં.એમએચ 48 એજી 6592ને ચાર રસ્તા નજીક અટકાવી ચેકીંગ કરાયું હતું. ટેમ્પામાંથી પોલીસ નં.201 નંગ બોક્ષ દારૂના મળી આવ્યા હતા. જેની કિંમત રૂા.7.10 લાખ તથા ટેમ્પો અને મોબાઈલ મળી પોલીસે રૂા.12,15,400નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. ટેમ્પો ચાલક સેલવાસ દપાડાનો સુરેશ જુગલની ધરપકડ કરી હતી તેમજ અન્ય બે આરોપીને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.