October 17, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

મોરાઈ સરપંચ લાંચ પ્રકરણમાં એસીબીમાં ફરિયાદ કરનાર ફરિયાદી સુરક્ષિત નથી : મળી રહી છે ધમકીઓ

ફરિયાદીની માતાએ વાપી પોલીસમાં અરજી કરી કે સરપંચના માણસો ઘરે આવી ધાક ધમકી આપી રહ્યા છે : સીસીટીવી ફુટેજ મળ્‍યા

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.08: વાપી નજીક આવેલ મોરાઈ ગામે તળાવ ઊંડુ કરવાના વર્કઓર્ડર માટે કોન્‍ટ્રાક્‍ટર પાસે સરપંચ પ્રતિક પટેલએ 10 લાખની લાંચ માંગી હતી. પતાવટ બાદ 7 લાખ નક્કી કરાયા હતા તે પેટે રૂા.2 લાખની લાંચ લેતા સરપંચનો સાગરીત વચેટીયો ઝડપાયો. સરપંચની લાંચ માંગણી અંગે કોન્‍ટ્રાક્‍ટર ફરિયાદીએ એ.સી.બી.માં ફરિયાદ કરી હતી. એ.સી.બી.ની કાર્યવાહી બાદ સરપંચ પ્રતિક પટેલનું લાંચ પ્રકરણમાં નામ આવતા જ ભુગર્ભમાં ચાલી ગયો છે પરંતુ ફરિયાદીના ઘરે સરપંચના માણસો આવી ધાક ધમકી આપી રહ્યા છે તેથી ફરિયાદીની માતાએ વાપી ટાઉન પો.સ્‍ટે.માં અરજી કરી છે. આ પ્રકરણમાં એ.સી.બી.માં ફરિયાદ આપનાર ફરિયાદી પણ સુરક્ષિત નથી તેવી ગંભીરતા સર્જાઈ ચૂકી છે.
મોરાઈ ગામના સરપંચ પ્રતિકરમેશભાઈ પટેલએ ગામનું તળાવ ઊંડુ કરવા પેટેના વર્કઓર્ડર માટે કોન્‍ટ્રાક્‍ટર પાસે 10 લાખની માંગણી કરી હતી. બાદમાં 7 લાખમાં પતાવટ કરી હતી તે પૈકી કોન્‍ટ્રાક્‍ટરે બે લાખ લઈ જવા સરપંચને જાણ કરી હતી તે પહેલાં કોન્‍ટ્રાક્‍ટર પૈસા આપવા માંગતા નહોતા તેથી એ.સી.બી.માં ફરિયાદ નોંધાવી હતી. સરપંચ બહારગામ હોવાથી તેમનો માણસ લલ્લુ ઉર્ફે જગદીશ પટેલને રૂપિયા લેવા કોન્‍ટ્રાક્‍ટરની ઓફિસે મોકલ્‍યો હતો, જ્‍યાં એ.સી.બી.એ બે લાખની લાંચ સ્‍વિકારતા જગદીશને પકડી લીધો હતો. ઘટના બાદ સરપંચ પ્રતિક પટેલનું નામ આવતા ભુગર્ભમાં સંતાઈ ગયો છે. વાપી પોલીસ પકડવા પણ ગઈ હતી પરંતુ ગામમાં લાઈટ બંધ કરી દેવાઈ હતી તેથી પોલીસ પાછી ફરી હતી. ઘટના બાદ સરપંચના માણસો ફરિયાદીના ઘરે જઈને ધાક ધમકી આપી રહ્યા છે તેથી ફરિયાદીની માતાએ વાપી પોલીસમાં અરજી આપી છે. બીજી તરફ સરપંચના માણસોની હલચલ અંગેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્‍યા છે. વાપી પોલીસ ભાગેડુ સરપંચ પ્રતિક પટેલને શોધી રહી છે.

Related posts

દાદરા નગર હવેલીમાં વિશ્વ બાયોડાઈવર્સિટી દિવસની કરાયેલી ઉજવણી

vartmanpravah

વલસાડના અટકપારડી ખાતે 25 ખેડૂતોએ ‘મન કી બાત’ના 100માં એપિસોડનું લાઈવ પ્રસારણ સાંભળ્‍યું

vartmanpravah

વલસાડ-સરોધી હાઈવે ઉપર રાત્રે જીવલેણ ખાડાથી બચવા કારે અચાનક બ્રેક મારતા ત્રણ કાર વચ્‍ચે અકસ્‍માત સર્જાયો

vartmanpravah

ચીખલી પોલીસ મથકમાં ફરજ બજાવતા હેડ કોન્‍સ્‍ટેબલે ફાંસો ખાઈ આત્‍મહત્‍યા કરી લેતા પોલીસ બેડામાં ચકચાર

vartmanpravah

વાપી સોશ્‍યલ ગ્રુપ ચેરિટેબલ ટ્રસ્‍ટ તરફ થી 45 ટકાના રાહત દરે નોટબુક વિતરણ કરાશે

vartmanpravah

વાપી દમણગંગા નદી કિનારે ગણેશ વિસર્જનનો પ્રતિબંધ હટાવાયો : 3 થી 4 ભક્‍તો વિસર્જન કરી શકશે

vartmanpravah

Leave a Comment