February 5, 2025
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવસેલવાસ

પોર્ટુગીઝોએ ભારતીય વસાહતો પર સત્તા મેળવવા માટે લગભગ ચારસો વર્ષ અથાક પ્રયત્‍નો કર્યા હતા અને તે પછી પોણા બસો વર્ષ સત્તા ટકાવી રાખી હતી

તે સમયેદરોડામાં સામેલ થયેલા વિશ્વનાથ લવંદે અને સૂર્યકાંત નાઇક નાસીને ભારતીય હદમાં પહોંચી ગયા અને દાદરા નગર હવેલી મુક્‍તિસંગ્રામમાં સંઘ સ્‍વયંસેવકોના સાથીદાર બન્‍યા

(…ગતાંકથી ચાલુ)

શષાો મેળવવા માટે આ લોકોએ અથાગ પ્રયત્‍નો કર્યા હશે તે તો દેખીતનું છે પરંતુ તે ક્‍યાંથી અને કેવી રીતે મેળવ્‍યાં એ તો એક ‘અજ્ઞાત પર્વ’ જ છે. પ્રત્‍યેક યુદ્ધમાં કેટલીક વાતો ‘અજ્ઞાત’ જ રહેતી હોય છે. છતાં જે થોડી ઘણી માહિતી ઉપલબ્‍ધ થઈ શકી છે તે પરથી લાગે છે કે તેમણે ગોવા અને હૈદરાબાદમાંથી શષાો મેળવ્‍યાં હશે. બ્રિટિશ ભારતીય રાજ્‍ય કરતાં ગોવા અને હૈદરાબાદમાં શષાો સહેલાઈથી મળી રહેતાં પણ તેમની કિંમત ઘણી વધારે ચૂકવવી પડતી. આ ચળવળ માટે ધન મેળવવા માટે 1949માં મ્‍હાપસા (ગોવા)ની ‘National Overseas Bank’ (નેશલ ઓવરસીઝ બેંક) પર દરોડો પાડીને ત્‍યાંના યુવાનોએ આ કામની શરૂઆત કરી હતી. એમાં દત્તાત્રય દેશપાંડે, સિનારી પ્રભુ વગેરેએ ભાગ લીધો હતો. આ પ્રસંગે પોલીસ સાથે થયેલી અથડામણ દરમિયાન એક પોલીસનું મૃત્‍યુ થવાથી એમને લાંબા ગાળાની સજા થઈ. તે સમયે આ દરોડામાં સામેલ થયેલા વિશ્વનાથ લવંદે અને સૂર્યકાંત નાઇક નાસીને ભારતીય હદમાં પહોંચી ગયા અને દાદરા નગર હવેલી મુક્‍તિસંગ્રામમાં સંઘ સ્‍વયંસેવકોનાસાથીદાર બન્‍યા.
શષાોનો સંગ્રહ અને સફળ ચઢાઈની બાબતમાં વાકણકર અભ્‍યાસુ અને અનુભવી હતા. આ પૂર્વે તેમણે ગોવા અને હૈદરાબાદની કેટલીક લડાઈઓ પ્રત્‍યક્ષ જોઈ હતી. આફ્રિકામાં લડાતા અનેક ગેરિલા યુદ્ધોની માહિતી તેમની પાસે હતી. શષાો મેળવવાં, વાપરવા, તથા તેમનું સમારકામ કરવું એ તેઓ જાણતા હતા. આવી ચઢાઈ ક્‍યારેક અહીં પણ કરવી જ પડશે એ વાત મનમાં રાખીને તેમણે અનેક યુવાનોને શષાોની તાલીમ પણ આપી હતી. આગળ ઉલ્લેખ થયા પ્રમાણે દાદરા નગર હવેલીની ચડાઈની રૂપરેખા મુંબઈ બેઠકમાં જ નક્કી કરવામાં આવી હતી. આ રૂપરેખા આ પ્રમાણે હતી. પ્રથમ દાદરાનાં બે ગામ જીતવા, ત્‍યાંથી મળનારી સામગ્રીની મદદથી નગર હવેલીનાં 72 ગામો લેવાં, આ બન્ને ઠેકાણેથી લગભગ 400 સૈનિકો માટે પૂરતાં શષાો મળી રહેશે જેની મદદથી તે સમયના પોર્ટુગીઝ મુખ્‍યાલય દમણ પર હુમલો કરવો. આ હુમલો જો સમુદ્રમાર્ગે ગેરિલા પદ્ધતિથી કરવામાં આવે તો બંદર પર આવેલું પોર્ટુગીઝ મુખ્‍યાલય ગણતરીના કલાકોમાં જ હાથમાં આવી શકે તથા તેની સાથે જ ગુજરાતમાં સૌરાષ્‍ટ્રના સમુદ્ર કિનારે આવેલું પોર્ટુગીઝોનું અન્‍ય એક થાણું દીવ પણ આ સામગ્રીમાંથી જ મેળવી લેવાશે એવો તેમનો વિશ્વાસ હતો. આ બધાં સ્‍થળો જીતી લીધા પછી મળનારાં કુલ શષાોની મદદથી બે હજારયુવાનો સાથે સમુદ્રમાર્ગે ગોવા પર હુમલો કરવાની યોજના તેઓ વિચારતા હતા. તેથી જ પ્રથમ હુમલા માટેનાં શષાોની ગણતરી કરતી વખતે જ નગર હવેલી, દમણ અને દીવમાં કેટલાં શષાો હશે અને તેનો ગોવા મોરચે કઈ રીતે ઉપયોગ થઈ શકશે એની રચના કરવામાં જ તેમનો મોટાભાગનો સમય વ્‍યતીત થતો. તેઓ જાણતા હતા કે ગોવા પરનો હુમલો નાનકડી ચકમક ન રહેતાં મોટી લડાઈમાં પરિણમશે. એ દૃષ્‍ટિએ આઝાદ ગોમાંતક દળના યુવાનો સાથેનો પરિચય તેમને ખૂબ મહત્ત્વનો લાગતો હતો.
પોર્ટુગીઝોએ ભારતીય વસાહતો પર સત્તા મેળવવા માટે લગભગ ચારસો વર્ષ અથાક પ્રયત્‍નો કર્યા હતા અને તે પછી પોણા બસો વર્ષ સત્તા ટકાવી રાખી હતી. આ સત્તા સશષા હુમલા દ્વારા ઉથલાવી નાખવાની પોર્ટુગીઝોને ન સમજાય એવી અત્‍યંત મહત્ત્વાકાંક્ષી યોજના શ્રી વાકણકરે તૈયાર કરી હતી. આ યોજના પરિપક્‍વ ન થાય ત્‍યાં સુધી તે ગુપ્ત રાખીને યુવાનોને પ્રશિક્ષણ આપવાનો એકસૂત્રી કાર્યક્રમ તેમણે ચાલુ રાખ્‍યો હતો. પુણેની સંઘશાખા પર તૈયાર થયેલા વાસુદેવ ભીંડે, બિંદુમાધવ જોષી જેવા હિંદુ તરૂણ મંડળના યુવાનોનું દળ તેમ જ સાંગલી, મિરજ, વાઈ, તળેગાંવ, નાશિક જેવાં અન્‍ય સ્‍થળોથી લગભગ એક હજાર જેટલા યુવાનોનું દળ તૈયાર કરવાની એમની નેમ હતી.
શષાો બાબતે મદદ કરનારી અન્‍ય બે વ્‍યક્‍તિઓ હતોશ્રી બાળકૃષ્‍ણ સાને અને શ્રી મહાદેવ પાટિલ. બાળકૃષ્‍ણ સાનેનો આ સંગ્રામમાં મળેલો સહયોગ મહદંશે અજ્ઞાત છે. પરંતુ રલવે કે રાજ્‍ય પરિવહનની બસ દ્વારા આ શષાોની હેરાફેરી કરવામાં તે માહેર હતા.
શ્રી સાને મૂળ મહારાષ્‍ટ્રના સાતારા જિલ્લામાં આવેલા ગારોડા ગામના રહેવાસી. તેમનો આખો પરિવાર ગોવામુક્‍તિના કાર્યમાં સંકળાયેલો હતો. પોર્ટુગીઝોએ ગોવામાં લાખો લોકોનું બળજબરીથી ધર્માંતરણ કરાવ્‍યું હતું અને તેમને વશ ન થનારા લોકોને જીવતા સળગ્‍યા હતા. તેમની એ કૃતિનો તેમની જ ભાષામાં જવાબ આપવાના હેથી શ્રી વિનાયક મહારાજ મસૂરકરે 1927-28માં ગોવાના 10 લોકોને પુનઃ હિન્‍દુ બનાવ્‍યા હતા. આ મસૂરકર મહારાજ બાળકૃષ્‍ણ સાનેના પિતરાઈ માતામહ હતા. સાનેના પિતાજી પણ આ કાર્યક્રમાં સક્રિય હતા. ઘરની આવી પરંપરા ધરાવતો આ યુવાન વાકણકરની સાથે પડછાયાની જેમ ફરતો.
બાળકૃષ્‍ણ સાને પણ મુખ્‍યત્‍વે શષાવિભાગ હતો. ગોવા અને હૈદરાબાદમાંથી મળતાં શષાો મોટેભાગે જૂનાં અથવા તૂટેલાં રહેતાં. શષાોનું સમારકામ જાણનારા એક મિત્રને તેઓ કરાડથી વાપી લઈ આવ્‍યા હતા જેથી જરૂર પડે તો તાકીદે શષાોનું સમારકામ ઝડપથી થઈ શકે. શષાો એકઠાં કરવાનું કામ પુણેમાં વાકણકર કરતા તો મુંબઈમાં શામરાવ લાડ અને આપ્‍પા કરમળકર કરતા.
આ તો થઈશષાો મેળવવાની અને જાળવવાની વાત, પણ મહાપ્રયાસે મળેલાં શષાો સાચવવા કે છુપાવવા માટે પણ અનેક પ્રકારની યુક્‍તિ પ્રયુક્‍તિ કરવી પડતી અને જોખમ પણ ઉઠાવવું પડતું. આ જોખમ કેવું અને કેટલું હતું તે સમજવા માટે બે ત્રણ પ્રસંગો ઉલ્લેખનીય છે.

(ક્રમશઃ)

Related posts

દમણ પ્રિમિયર લીગમાં ચેમ્‍પિયન બનેલ કચીગામની આરડીએક્‍સ ઈલેવન

vartmanpravah

કેન્‍દ્રશાસિત પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવ પ્રશાસન દ્વારા આયોજીત મેરેથોન અને ટગ ઓફ વોરમાં વિજેતાઓને પુરસ્‍કાર અપાયા

vartmanpravah

દાનહઃ નરોલી ગામની પરિણીતા ગુમ

vartmanpravah

પારડી તાલુકાના અરનાલા ગામમાં ચોમાસામાં શરૂ કરાયેલા ડામર પ્લાન્ટથી ખેતી અને લોકોના સ્વાસ્થ્ય સામે ઉભો થયેલો ખતરો

vartmanpravah

ઉમરગામમાં વ્યસનના રવાડે ચઢેલા પતિનું અભયમની ટીમે કાઉન્સેલિંગ કરી સંસાર થાળે પાડયો

vartmanpravah

વલસાડ લોકસભા બેઠક ભાજપના ઉમેદવાર ધવલ પટેલનું વલસાડ જિલ્લા મધ્‍યસ્‍થ ચૂંટણી કાર્યાલયમાં ભવ્‍ય સ્‍વાગત કરાયું

vartmanpravah

Leave a Comment