Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડના અબ્રામાની કંપનીમાં કામકાજના સ્‍થળે મહિલાઓની જાતીય સતામણી અંગે સેમિનાર યોજાયો

રસ્‍તે જતી કોઈ પણ દીકરી કે મહિલાની છેડતી થાય તો તાત્‍કાલિક 181ને જાણ કરોઃ બાળ કલ્‍યાણ સમિતિના અધ્‍યક્ષ સોનલબેન સોલંકી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.07: વલસાડ જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા વલસાડના અબ્રામા ખાતે મેલડી માતા મંદિરની પાછળ આવેલી ભ્‍ચ્‍ફવ્‍ચ્‍ન્‍ લ્‍વ્‍ખ્‍વ્‍ત્‍બ્‍ફચ્‍ય્‍ળ્‍ ત્‍ફઝત્‍ખ્‍ ભ્‍સ્‍વ્‍. ન્‍વ્‍ઝ. ખાતે કામકાજના સ્‍થળે મહિલાઓની જાતીય સતામણી અધિનિયમ-2013 અંતર્ગત કાયદાકીય શિબિરનું આયોજન કરવામાં આવ્‍યું હતું.
જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના પેનલ એડવોકેટ ફાલ્‍ગુનીબેન રાણાએ મહિલાલક્ષી કાયદાઓ વિશે માહિતી આપી હતી. બાળ કલ્‍યાણ સમિતિના અધ્‍યક્ષ સોનલબેન સોલંકી(જૈન)એ જણાવ્‍યું કે, રસ્‍તે જતી કોઈ પણ દીકરી કે મહિલાની છેડતી થાય તો તાત્‍કાલિક 181 અથવા નજીકના પોલીસ સ્‍ટેશને જાણ કરવી અને સલામત સ્‍થળે પહોંચવા માટે મદદ કરવી. વલસાડ મહિલા પોલીસ સ્‍ટેશનના એએસઆઈ સરલાબેન પટેલે પોલીસ વિભાગ દ્વારા આપવામાં આવતી વિવિધ પ્રકારની મહિલાલક્ષી કાયદાઓ વિશે સંપૂર્ણ જાણકારી આપી હતી. સખી વન સ્‍ટોપ સેન્‍ટરના કેન્‍દ્ર સંચાલક જ્‍યોતીબેન ગામીત દ્વારા સખી વન સ્‍ટોપ સેન્‍ટરની માહિતી આપવામાં આવી હતી. પોલીસ સ્‍ટેશન બેઇઝડ સપોર્ટ સેન્‍ટરના કાઉન્‍સેલર દિવિશાબેન પટેલ દ્વારા ભ્‍ગ્‍લ્‍ઘ્‍ વિશે માહિતી આપવામાં આવી હતી. દહેજ પ્રતિબંધક સહ રક્ષણ અધિકારી કમલેશગીરાસે દ્વારા કામકાજના સ્‍થળે મહિલાઓની જાતીય સતામણી અધિનિયમ-2013 વિશે ભ્‍ભ્‍વ્‍ અને પ્રતિકાર ફિલ્‍મ બતાવી વિગતવાર માહિતી આપી હતી.
આ સેમિનારમાં જિલ્લા મહિલા અને બાળ અધિકારી શ્વેતા આર. દેસાઈ દ્વારા કામકાજના સ્‍થળે મહિલાઓની જાતીય સતામણી અધિનિયમ-2013 અંતર્ગત કામકાજના સ્‍થળે મહિલાઓને ગુડ ટચ, બેડ ટચ વિશે વિસ્‍તૃત માહિતી આપવામાં આવી હતી. જિલ્લા વિવિધલક્ષી મહિલા કલ્‍યાણ કેન્‍દ્રના કર્મચારી ગીરીબાળા આચાર્ય, ડિસ્‍ટ્રિક્‍ટ હબ ફોર એમ્‍પાવરમેન્‍ટ ઓફ વીમેનના કર્મચારી જીજ્ઞેશ પટેલ દ્વારા વિવિધ મહિલાલક્ષી યોજનાઓની માહિતી આપવામાં આવી હતી. કાર્યક્રમમાં કુલ 408 લાભાર્થી હાજર રહ્યા હતા. કાર્યક્રમમાં ત્‍ચ્‍ઘ્‍ કીટ વિતરણ કરવામાં આવી હતી. સ્‍વાગત પ્રવચન કંપનીના મેનેજર સંદીપ ચૌધરીએ કર્યું હતું, જ્‍યારે આભારવિધિ ડિસ્‍ટ્રિક્‍ટ હબ ફોર એમ્‍પાવરમેન્‍ટ ઓફ વીમેનના કર્મચારી અંકિતા પટેલે કરી હતી.

Related posts

દાનહમાં 08 કોરોના પોઝિટિવ કેસો નોંધાયા : કોરોનાના કેસોમાં વધારો થતા આરોગ્‍ય વિભાગ અને પ્રશાસનની ટીમ સતર્ક

vartmanpravah

પપ્‍પાને એક ભાવભીની અંજલિ

vartmanpravah

દાનહ રમત ગમત વિભાગ દ્વારા ઓપન લેવલ સિંગલ અને ડબલ કેરમ સ્‍પધાઈ યોજાઈ

vartmanpravah

વલસાડ તાલુકા કક્ષાનો મારી માટી, મારો દેશ કાર્યક્રમ વન અને પર્યાવરણ મંત્રી મુકેશભાઈ પટેલના અધ્‍યક્ષસ્‍થાને પોલીસ હેડ કવાટર્સમાં યોજાયો

vartmanpravah

આજે વલસાડના મોરારજી દેસાઈ ઓડિટોરીયમમાં આદિજાતિ મંત્રીની ઉપસ્‍થિતિમાં ક્રેડિટ કેમ્‍પ યોજાશે

vartmanpravah

દિલ્‍હીના મુખ્‍યમંત્રીનું ટ્‍વીટ : ગભરામણ કે રાજકીય  સોગઠી ? 

vartmanpravah

Leave a Comment