(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.10: મહાશિવરાત્રીના પર્વ અને આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે હરીશ આર્ટ દ્વારા કપરાડા તાલુકાના કરચોંડ ગામે 80 મહિલાઓને સાડીઓ વિતરણ કરવામાં આવી હતી. જ્યારે નાના બાળકો માટે કપડા અને મીઠાઈ વિતરણ કરવામાં આવ્યા હતા. હરીશ આર્ટ દ્વારા વધુમાં જણાવ્યું કે કપરાડામાં હજુ પણ કેટલાક એવા વિસ્તારમાં લોકો આજે પણ ગરીબીની રેખા નીચે જીવી રહ્યા છે એવા વિસ્તારમાં દાનવીરો આગળ આવવા જોઈએ અને ગરીબ વર્ગના લોકો છે તેમને મદદરૂપ થવું જોઈએ જેથી કરીનેતેમને એક સહાયરૂપ મદત મળે. આ પ્રસંગે ખાસ ઉપસ્થિત હરીશભાઈ પટેલ, એક્સ આર્મી રતનકુમાર અને ગામની મહિલાઓ અને નાના બાળકો ઉપસ્થિત રહ્યા હતા.