(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.07: આજ તારીખ 7 નવેમ્બર 2023 ના રોજ ખાનદેશ એક્સપ્રેસ વાપીમાં સ્ટોપેજ મળતા વલસાડ-ડાંગના સાંસદ ડો. કે.સી. પટેલ અને ઝેડઆરયુસીસીના સભ્ય જયભાઈ કોઠારીએ લીલીઝંડી બતાવી હતી. આ અવસરે મહારાષ્ટ્રીય સમાજના આગેવાનો દિલીપ પાટીલ, ડો. મહેન્દ્ર પાટિલ, રવિ પાટિલ, અનિલ ગીરાસે, મચિન્દ્ર પાટિલ, પ્રશાંત પાટિલ દાદરા, સુનીલ ઠાકરે, સરીગામ ઇન્ડસ્ટ્રીમાંથી પ્રમોદ દેશમુખ, દમણથી આવેલા ગણેશ પાટીલ, સેલવાસથી આવેલા મહાજનભાઈ અને તમામ 90-100 લોકોએટ્રેનનું સ્વાગત કરી આનંદોત્સવ મનાવ્યો ત્યારે પછી સાંસદ ડો. કે. સી. પટેલ અને ઝેડઆરયુસીસીના સભ્ય જયભાઈ કોઠારીનું સભ્યોનું સ્વાગત કર્યું હતું.