January 16, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી-સેલવાસ રોડ ઉપર કોલેજ જતી યુવતીનું મોપેડ ખાડામાં પટકાતા પાછળ આવતી ટ્રક ફરી વળતા દર્દનાક મોત નિપજ્‍યું

દિલીપનગર ડુંગરામાં રહેતી મનીષા ભાનુશાલીનું ઘટના સ્‍થળે કમકમાટી ભર્યું મોત

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.09: વાપીમાં રોડો ઉપર પડી ગયેલા ખાડા કેટલા જીવલેણ છે તેવું સાબીત કરતી ઘટના આજે બપોરે વાપી ડુંગરા રોડ ઉપર ઘટી હતી. ઘરેથી મોપેડ ઉપર કોલેજ જવા નિકળેલ યુવતિનું મોપેડ ખાડામાં પટકાતા સ્‍ટેયરીંગ પરથી કાબુ ગુમાવતા યુવતી રોડ ઉપર પટકાઈ હતી. પાછળથી આવી રહેલી ટ્રક ફરી વળતા યુવતીનું કમકમાટી ભર્યું મોત ઘટના સ્‍થળે થયું હતું.
વાપી ડુંગરા દિલીપ નગરમાં રહેતી 19 વર્ષિય યુવતી મનિષા ભાનુશાલી મોપેડ નં.જીજે 15 ઈએફ 7323 લઈને કોલેજ જવા બપોરે નિત્‍યક્રમ મુજબ નિકળી હતી તે દરમિયાન સેલવાસ રોડ ઉપર પડેલા જીવલેણ ખાડામાં મનિષાનું મોપેડ પટકાતા સ્‍ટેયરીંગ પરથી કાબુ ગુમાવતા રોડ ઉપર પટકાઈ હતી તે દરમિયાન પાછળથી આવી રહેલ ટ્રક નં.એમએચ 18બીઝેડ 0962 ફરી વળતા મનિષાનું ઘટના સ્‍થળે જ દર્દનાક મોત નિપજ્‍યું હતું. અકસ્‍માત બાદ લોકોએ પોલીસને જાણ કરતા પોલીસે ટ્રક કબજામાં લઈ લીધી હતી. બીજી તરફ પરિવારજનો ઘટના સ્‍થળે દોડી આવ્‍યા હતા. વહાલસોઈ દિકરીનું અકાળે મોત જોઈ કલ્‍પાંત કરી રહ્યા હતા. પોલીસે લાશને પીએમ માટે મોકલી આગળની તપાસ હાથ ધરી હતી.

Related posts

પારનેરા વલસાડમાં ટ્રકમાંથી ડિઝલ કાઢતા ત્રણ ઝડપાયા

vartmanpravah

વાપી પાલિકા દ્વારા રાજ્‍યના નાણાં મંત્રી કનુભાઈ દેસાઈની ઉપસ્‍થિતિમાં સેવા સેતુ કાર્યક્રમ યોજાયો

vartmanpravah

ઉમરગામ મામલતદાર એસીબીના છટકામાં આબાદ ઝડપાયા

vartmanpravah

દાનહ એક્‍સાઇઝ વિભાગે દાદરામાં ચાલતા ગેરકાયદેસર દારૂના અડ્ડા પર પાડેલી રેડ

vartmanpravah

વાપી સ્ટાર્ટઅપ કોમ્યુનિટી દ્વારા વુમન્સ-ડે ની ઉજવણી અંતર્ગત વુમન્સ ઍચિવેર્સ ઍવોડર્સ-૩ અને ફાયર સાઈડ ચેટ ઍપિસોડ-૨નું કરાયેલું આયોજન

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલના ચાર દિવસીય દાનહ પ્રવાસનો મનન-મંથન અને ચિંતન સાથે આરંભ

vartmanpravah

Leave a Comment