(વર્તમાન પ્રવાહન્યુઝ નેટવર્ક)
નવસારી, તા.26: જેસીઆઈ નવસારી છેલ્લા 2 વર્ષથી ફૂડ કાર્નિવલનું આયોજન કરી રહી છે. આ વર્ષે પણ સતત ત્રીજી વખત તારીખ 20, 21 અને 22 ડિસે. ત્રણ દિવસ ફૂડ કાર્નિવલનું આયોજન નવસારીનાં દાબુ લો કોલેજ ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવ્યું હતું. કાર્યકમના મુખ્ય અતિથિ પ્રીત કંડોર તેમજ મેહમાનશ્રી વિશાલ રાવ, સાહિલ અશોક દેસાઈ રહ્યા હતા. ફૂડ કાર્નિવલનો શુભારંભ કિંજલ શાહ તેમજ મેહમાનશ્રીઓના હસ્તે કરવામાં આવ્યો હતો. ઉદ્દઘાટન સમારંભમાં જેસીઆઈ નવસારીનાં પ્રમુખ જલ્પેશ સાકરીયા અને તેમની ન્ગ્ઞ્ ટીમ તેમજ જેસીઆઈ નવસારી પરિવાર હાજર રહ્યો હતો. વિવિધ સંસ્થાના પ્રમુખો, પ્રતિષ્ઠિત વ્યક્તિઓ, જેસીઆઈ નવસારીના પૂર્વ પ્રમુખો, પત્રકારો, બાળકો, વડીલો હાજર રહી ફૂડ કાર્નિવલની શોભા વધારી હતી. આનંદ મેળાની 26,000 થી વધુ લોકોએ મુલાકાત લીધી હતી. ફૂડના 70 જેટલા સ્ટોલ સાથે 120 જેટલી અવનવી વાનગીઓ પીરસવામાં આવી હતી. ત્રણ દિવસ દાબુ લો કોલેજની ગ્રાઉન્ડ સાંજે 7 વાગ્યાથી રાતે 11 વાગ્યા સુધી જનમેદની સાથે ઉભરાતું રહ્યું. નવસારીની અનેક વાનગીઓ માણવા મેદાનમાં નાના મોટા સૌ ઉત્સાહભેર ઉમટી પડ્યા હતા. કાર્નિવલના ટાઇટલ સ્પોન્સર ખ્ફધ્ લ્ંર્શ્રીશ્વ તેમજ કો-સ્પોન્સર લાઈફ ઇન મિરેકલ ઓફ નેચરરહ્યા હતા. સહાયક સ્પોન્સર્સમાં વિશાલ ટ્રાવેલ્સ, રાજ્ય સોલ્યુશન ફાયર સેફટી તેમજ સોશિયલ મીડિયા પાર્ટનર રહ્યા હતા. ફૂડ કાર્નિવલના પ્રોજેક્ટ ચેરમેન હર્ષિલ શાહ તેમજ પ્રો.કો.ચેર.હાર્દિક પટેલ રહ્યા હતા.
