(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.01: વલસાડ સુગર ફેક્ટરી પાસે હાઈવે ઉપર આજે હિરો ડયુએટ મોપેડ ઉપર સવાર થઈ રહેલી મહિલાના મોપેડને અજાણ્યા વાહને ટક્કર મારી દેતા મોપેડમાં આગ ભભૂકી હતી. ચાલક મહિલા દાઝી જતા સારવાર માટે ખસેડાયા હતા.
વલસાડ હાઈવે સુગર ફેકટ્રી પાસે હિરો મોપેડ જીજે 21 બીજી 8046 ઉપર વાંસદા વાંદરવેલા ગામથી પારડી હોસ્પિટલ જવા મહિલા નિલોફરબેન નિકળ્યા હતા ત્યારે અજાણ્યા વાહને મોપેડને ટક્કર મારી દેતા મોપેડ 10 મીટર ધસડાયું હતું. અકસ્માતમાં મોપેડમાં ભિષણ આગ લાગી હતી. મોપેડ સવાર નિલોફરબેન દાઝેલા તેમજ હાથ પગને ઈજા પહોંચી હતી. 108ની ટીમે પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર માટે પારડી ખસેડયા હતા. અકસ્માતમાં મોપેડ આગમાં ખાખ થઈ હાડપિંજર બની ગયું હતું. પાલિકા ફાયર બ્રિગેડ ઘટના સ્થળે આવી આગ બુઝાવી હતી.