October 14, 2025
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

સેલવાસ-નરોલી રોડ પર રિંગરોડ બ્રીજ નીચે ક્રીએટા કારચાલક વળાંક લઈ રહ્યો હતો ત્‍યારે સામેથી આવતો ટેમ્‍પો ભટકાયો

અકસ્‍માતમાં કારને થયેલું મોટું નુકસાન, જાનહાની ટળીઃ ટેમ્‍પોચાલક ફરારઃ પોલીસે ટેમ્‍પોચાલકની આદરેલી શોધખોળ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.09: દાદરા નગર હવેલીના સેલવાસ-નરોલી રોડ પર યાત્રી નિવાસ નજીક રિંગ રોડ પરના બ્રિજ નીચે ક્રીએટા કાર અને ટેમ્‍પો વચ્‍ચે જોરદાર અકસ્‍માત થયો હતો. જેમાં કારના આગળના ભાગનો ભૂક્કો વળી ગયો હતો જ્‍યારે કારચાલક સહિત તેમાં સવાર વ્‍યક્‍તિઓનો સદ્‌ભાગ્‍યે ચમત્‍કારિક બચાવ થયો હતો.
પ્રાપ્ત માહિતી પ્રમાણે ક્રીએટા કાર નંબર ડીડી-01 સી-7811 સેલવાસ-નરોલી રોડ પર યાત્રી નિવાસ નજીક રિંગ રોડ પરના બ્રિજ નીચે નરોલી રોડ તરફ વળાંક લઈ રહી હતી, તે સમયે સામેથી ઝડપથી ટેમ્‍પો આવી રહ્યો હતો. જેની કાર સાથે જોરદાર ટક્કર વાગી હતી. ક્રીએટા કારનંબર ડીડી-01-સી-7811 જેમાં ત્રણ વ્‍યક્‍તિ સવાર હતા. આ અકસ્‍માતમાં કારને ઘણું નુકસાન થયું હતું. પરંતુ કાર ચાલક સહિત સાથે સવાર અન્‍ય બે વ્‍યક્‍તિઓને કોઈપણ ઈજા કે જાનહાનીની ઘટના બનવા પામેલ નથી.
અકસ્‍માત બાદ ટેમ્‍પો ચાલક ફરાર થઈ ગયો હતો. ઘટનાની જાણ પોલીસને થતાં તેમની ટીમ ઘટના સ્‍થળે ધસી આવી હતી અને ટેમ્‍પો ચાલકને ગોતવાની તજવીજ હાથ ધરી હતી. ઘટના અંગેની આગળની વધુ તપાસ દાનહ પોલીસ કરી રહી છે.

Related posts

વલસાડ કાંઠાના ચાર ગામોમાં પૂનમની ભરતીએ તબાહી સર્જી : ઘરો બે થી ત્રણ ફૂટ પાણીમાં તરતા થયા

vartmanpravah

ખોડલધામ પ્રેરિત શ્રી લેઉવા પટેલ સમાજ અતિથિ ભવન સોમનાથ ખાતે યોજાયો યજ્ઞ

vartmanpravah

સંઘપ્રદેશ દાનહમાં “વન્‍યજીવ સપ્તાહ” અંતર્ગત વક્તૃત્વ સ્‍પર્ધા યોજાઈ

vartmanpravah

દમણ જિલ્લા કક્ષાની આંતર શાળા ક્રિકેટ (અંડર 19 બોયઝ) સ્‍પર્ધાની ફાઈનલમાં શ્રી માછી મહાજન શાળા વિજેતા બની

vartmanpravah

અનંત ચૌદસના દિવસે પારડીમાં 40 થી વધુ મંડળો દ્વારા ગણેશ વિસર્જન કરાયું

vartmanpravah

સંઘપ્રદેશ દાનહ અને દમણ-દીવ પ્રશાસન ઊર્જા મંત્રાલયના આદેશનું પાલન કરશે : ટોરેન્‍ટ પાવરને ન્‍બ્‍ત્‍ સોંપવાની તૈયારી

vartmanpravah

Leave a Comment