Vartman Pravah
Breaking Newsગુજરાતપારડી

આઝાદીના અમૃત મહોત્‍સવ અંતર્ગત પારડી શહેર ભાજપ દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
પારડી,તા.06: પારડી શહેર ભાજપ દ્વારા વોર્ડ નંબર એકમાં આવેલ નીલકંઠ સોસાયટીમાં આઝાદી કા અમૃત મહોત્‍સવ અંતર્ગત વૃક્ષારોપણનો કાર્યક્રમ રાખવામાં આવ્‍યો હતો. જેમાં 35 આસોપાલવ, 15 લીમડો, 10 ગુલમહોર, 5 બોરસલી, 5 ગરમાળો અને 5 રેઈન ટ્રી મળીને કુલ 75 થીવધુ વૃક્ષો રોપવામાં આવ્‍યાં હતા. જેમાં પારડી શહેર ભાજપ પ્રમુખ શ્રી રાજેશભાઈ પટેલ, મહામંત્રી શ્રી પ્રણવભાઈ દેસાઈ, (કાર્યક્રમ નાં સંયોજક) જેસીંગ ભરવાડ શહેર યુવા ભાજપ પ્રમુખ, (કાર્યક્રમનાં સહ સયોજક) પારડી શહેર મહામંત્રી શ્રી કેતન પ્રજાપતિ, પારડી નગરપાલિકા પ્રમુખ શ્રી હસમુખભાઈ રાઠોડ, ઉપ પ્રમુખ સંગીતાબેન પટેલ, શ્રી ગજાનંદ માંગેલા, શ્રી ભાવનાબેન પટેલ, નયનાબેન પટેલ, પારડી શહેર ભાજપના મંત્રીઓ બીજલ દેસાઈ, અમીત રાણા, શ્રી યોગેશ સોલંકી, ફાલ્‍ગુનીબેન ભટ્ટ, શ્રી રાજન ભટ્ટ, શ્રી અજિત ભંડારી, શ્રી કિરણ પટેલ, સોસાયટીનાં રહીશોમાં શ્રી અરવિંદભાઈ પટેલ, શ્રી ચીમનભાઈ પટેલ, શ્રી બહાદુરભાઈ, શ્રી જયદીપભાઈ અને સોસાયટી સભ્‍યો ઉપસ્‍થિત રહ્યાં હતા.

Related posts

ડીપીએલ સિઝન-રની ચેમ્‍પિયન બનતી ડાભેલની જે.ડી.કિંગ્‍સ : રનર્સ અપ કચીગામની ફેન્‍સી ઈલેવન

vartmanpravah

દાદરા નગર હવેલીનો વારલી સમાજ કરવટ બદલે છેઃ લગ્ન સહિતના વિવિધ સાર્વજનિક મેળાવડાઓમાં દારૂ-તાડી અને ચિકન-મટન ઉપર મુકેલો પ્રતિબંધ

vartmanpravah

કપરાડા તાલુકા કક્ષાના 75મા વન મહોત્‍સવની પૂર્વ મંત્રી અને ધારાસભ્‍ય જીતુભાઈ ચૌધરીના અધ્‍યક્ષસ્‍થાને કરાયેલી ઉજવણી

vartmanpravah

વલસાડના પૂર અસરગ્રસ્‍ત વિસ્‍તારોમાં પોલીસની દેવદૂતની ભૂમિકાઃ સેંકડો લોકોનું સ્‍થળાંતર કરાવ્‍યું

vartmanpravah

હાર્દિક જોશીની કરાટે એકેડમીના વિદ્યાર્થીઓએ વાપીમાં સ્‍વચ્‍છ ભારત મિશન અંતર્ગત સફાઈ અભિયાન હાથ ધર્યું

vartmanpravah

પારડીની એન. કે. દેસાઈ સાયન્‍સ કોલેજમાં ગાંધી જયંતિની ઉજવણી

vartmanpravah

Leave a Comment