જન પ્રતિનિધિત્વ અધિનિયમ 1951ની કલમ 135બીના પ્રાવધાન અંતર્ગત આદેશનું ઉલ્લંઘન કરનારા જવાબદાર વ્યક્તિ દંડને પાત્ર ઠરશે
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.10: આગામી 20મી નવેમ્બર, 2024ના રોજ મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી થવાની છે તેને ધ્યાનમા રાખી કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવ ચૂંટણી વિભાગ દ્વારા સરકારી તથા ગેર સરકારી અને ખાનગી કંપની, સંસ્થા અને વિવિધ એકમો/ પ્રતિષ્ઠાનોમાં કાર્યરત મહારાષ્ટ્રના મતદારોને રજા આપવા આદેશ કરાયો છે.
દાદરા નગર હવેલીને અડીને આવેલા મહારાષ્ટ્રના પાલઘર વિધાનસભા ક્ષેત્રના માટે 20મી નવેમ્બરના બુધવારના રોજ ચૂંટણી થઈ રહી છે. જે સંદર્ભે જનપ્રતિનિધિત્વ અધિનિયમ1951ની કલમ 135બી મુજબ મતદાનના દિવસે કર્મચારીઓને સવેતન રજા આપવાનું પ્રાવધાન કરવામાં આવે છે. જનપ્રતિનિધિત્વ અધિનિયમ 1951ની કલમ 135ના પ્રાવધાન અનુસાર દરેક મતદાતાઓ જેઓ સરકારી કાર્યાલય, સ્થાનીય નિકાય, સાર્વજનિક ક્ષેત્ર, પ્રતિષ્ઠાનો અને દુકાનના કર્મચારીઓ છે જેમાં શિફટ આધારે કામ કરતા કર્મચારી પણ સામેલ છે. આ ચૂંટણી ક્ષેત્રમાં મતદાનના દિવસે સવેતન રજા આપવામાં આવશે. જેથી દરેક વાણિજ્ય પ્રતિષ્ઠાન, કારોબાર, વેપારી, ઔદ્યોગિક ઉપક્રમ અથવા કોઈપણ અન્ય પ્રતિષ્ઠાનોના દરેકે જન પ્રતિનિધિત્વ અધિનિયમ 1951ની કલમ 135 બીના પ્રાવધાનનો પાલન કરવાનો નિર્દેશ આપવામાં આવે છે જો કોઈ આ આદેશનું ઉલ્લંઘન કરશે તેઓ દંડના માટે ઉત્તરદાયી રહેશે.