January 16, 2026
Vartman Pravah
Breaking NewsOtherઉમરગામગુજરાતચીખલીડિસ્ટ્રીકટદમણદીવદેશનવસારીપારડીવલસાડવાપીસેલવાસ

ભાજપના રાષ્‍ટ્રીય અધ્‍યક્ષ જે.પી.નડ્ડાની ઉપસ્‍થિતિમાં તા.18 અને 19મી ઓગસ્‍ટે દમણની સુપ્રસિદ્ધ દેવકા બીચ રિસોર્ટ ખાતે યોજાશે ભાજપની બે દિવસીય ક્ષેત્રિય પંચાયતી રાજ પરિષદ

  • ભાજપના રાષ્‍ટ્રીય મહામંત્રી કૈલાશ વિજયવર્ગિયએ દમણ ખાતે પહોંચી આયોજન સ્‍થળનું કરેલું નિરીક્ષણ

  • ગુજરાત, મહારાષ્‍ટ્ર, ગોવા, મધ્‍યપ્રદેશ, છત્તીસગઢ, દમણ-દીવ અને દાદરા નગર હવેલીના જિલ્લા પરિષદના પ્રમુખ અને ઉપ પ્રમુખોની રહેશે ઉપસ્‍થિતિ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.04 : આગામી તા.18 અને 19મી ઓગસ્‍ટના રોજ ભાજપ દ્વારા યોજાનાર બે દિવસીયક્ષેત્રિય પંચાયતી રાજ પરિષદના આયોજનનું સ્‍થળ નિરીક્ષણ કરવા માટે આજે ભાજપના રાષ્‍ટ્રીય મહાસચિવ શ્રી કૈલાશ વિજયવર્ગિયએ દમણની મુલાકાત લીધી હતી.
નાની દમણના દેવકા ખાતે આવેલ સુપ્રસિદ્ધ દેવકા બીચ રિસોર્ટ ખાતે ગુજરાત, મહારાષ્‍ટ્ર, ગોવા, મધ્‍યપ્રદેશ, છત્તીસગઢ, દમણ-દીવ અને દાદરા નગર હવેલીના જિલ્લા પરિષદના સભ્‍યોની ક્ષમતાનો વિકાસ, પોતપોતાના વિસ્‍તારના ગ્રામ્‍ય વિકાસકામોની જાણકારી તથા અનુભવોનું આદાન-પ્રદાન અને કેન્‍દ્ર સરકાર દ્વારા ગરીબ કલ્‍યાણના કાર્યક્રમોની જાણકારીના ઉદ્દેશ માટે બે દિવસીય ક્ષેત્રિય પંચાયત પરિષદનું આયોજન કરવામાં આવ્‍યું છે. જેમાં ભાજપના રાષ્‍ટ્રીય અધ્‍યક્ષ શ્રી જગત પ્રકાશ નડ્ડા સહિત વિષય નિષ્‍ણાતો માર્ગદર્શન આપનાર છે.
આ કાર્યક્રમને સફળ બનાવવા અને આયોજનના સ્‍થળ નિરીક્ષણ માટે આજે ભાજપના રાષ્‍ટ્રીય મહામંત્રી શ્રી કૈલાશ વિજયવર્ગિયએ દેવકા બીચ રિસોર્ટની મુલાકાત લીધી હતી. તેમનું નેતૃત્‍વ પ્રદેશ ભાજપ અધ્‍યક્ષ શ્રી દીપેશભાઈ ટંડેલ, દમણ જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી અસ્‍પીભાઈ દમણિયા, પ્રદેશ ભાજપ મંત્રી શ્રી જીજ્ઞેશ પટેલ, પૂર્વ સાંસદ શ્રી ગોપાલભાઈ કે. ટંડેલ(દાદા) સહિતની ભાજપની ટીમે કર્યું હતું.

Related posts

વાપી-ગાંધીનગર-મહેસાણા વધુ બે ટ્રેન સેવા અગામી ડિસેમ્‍બર તા.24 – જાન્‍યુઆરી તા.04 થી કાર્યરત થશે

vartmanpravah

રખોલી ખાતેની મધુબન હોટલમાં કામ કરતા 55 વર્ષિય પુરૂષની બાઈક સ્‍લીપ થતાં સારવાર દરમ્‍યાન થયેલું મોત

vartmanpravah

કોવિડ રસીકરણનો બીજો ડોઝ અને પ્રિકોશન ડોઝ વચ્ચેનો સમયગાળો 9 માસથી ઘટાડી 6 માસનો કરાયો

vartmanpravah

બગવાડા ટોલ નાકા પાસે લાયસન્‍સ વિના તલવારનું વેચાણ કરતા ઈસમોને ઝડપતી પારડી પોલીસ

vartmanpravah

દાનહમાં હોલીકા દહન કરાયું

vartmanpravah

દાનહ લેબર વિભાગ દ્વારા વિવિધ પંચાયતોમાં રોજગાર મેળાનું કરાયેલું આયોજન

vartmanpravah

Leave a Comment