January 16, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડની સરકારી ઈજનેરી કોલેજે ઈનોવેશન ક્ષેત્રે રાષ્‍ટ્રીય લેવલ પર મેળવી નોંધપાત્ર સિદ્ધી

3.5 સ્‍ટાર રેટીંગ સાથે વલસાડની સરકારી ઈજનેરી કોલેજે
રાજ્‍યમાં
ઉત્કૃષ્ટ કોલેજ તરીકે સ્‍થાન મેળવ્‍યું 

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)

વલસાડ, તા.24: વલસાડની સરકારી ઈજનેરી કોલેજે ઈનોવેશન ક્ષેત્રે ફરી નોંધપાત્ર સિદ્ધી મેળવી છે. ભારત સરકારના શિક્ષણ મંત્રાલય અંતર્ગત આવતા ઈનોવેશન સેલ દ્વારા વિવિધ શૈક્ષણિક સંસ્‍થાઓ અને યુનિવર્સિટીસમાં ઈન્‍સ્‍ટિટયૂશન્‍સ ઈનોવેશન કાઉન્‍સિલ (આઈઆઈસી)ની રચના કરવામાં આવી છે. જે તે સંસ્‍થા ખાતે રચાયેલી આઈઆઈસી દ્વારા મુખ્‍યત્‍વે સંસ્‍થા ખાતે વિવિધ પ્રકારની પ્રવૃત્તિઓ/સ્‍પર્ધાઓ દ્વારા ઈનોવેશન અને આંત્રપ્રેન્‍યોરશીપને પ્રોત્‍સાહન આપવાના પ્રયત્‍નો કરવામાં આવે છે. સમગ્ર દેશની વિવિધ સંસ્‍થાઓની આઈઆઈસીની પ્રવૃત્તિઓનું રાષ્‍ટ્રીય સ્‍તરની સમિતિ દ્વારા સતત મૂલ્‍યાંકન કરવામાં આવે છે જે અન્‍વયે તેઓની કામગીરી અનુસાર સ્‍ટાર રેટીંગ્‍સ આપવામાં આવે છે. આઅંતર્ગત તાજેતરમાં જ શૈક્ષણિક વર્ષ 2022-23 અંતર્ગત વિવિધ સંસ્‍થાઓના ઈનોવેશન ક્ષેત્રે કરવામાં આવેલા પ્રદર્શનના આધારે આઈઆઈસીના રેટીંગ્‍સની જાહેરાત કરવામાં આવી હતી. જેમાં ઓલ ઈન્‍ડિયા કાઉન્‍સિલ ફોર ટેકનિકલ એજ્‍યુકેશનના ચેરમેન પ્રોફ. ટી.જી. સીતારામ, વાઇસ ચેરમેન અભય ઝરે તેમજ શૈક્ષણિક ક્ષેત્રના અન્‍ય મહાનુભાવો હાજર રહ્યા હતા. આ પરિણામો અનુસાર વલસાડની સરકારી ઈજનેરી કોલેજને 3.5 સ્‍ટાર રેટીંગ સાથે સમગ્ર રાજયમાં ઉત્કૃષ્ટ કોલેજ તરીકે સ્‍થાન પ્રાપ્ત થયુ છે.

સમગ્ર દેશમાં પણ વલસાડની સરકારી ઈજનેરી કોલેજે મોખરાની કોલેજોમાં સ્‍થાન મેળવ્‍યું છે. સમગ્ર દેશમાંથી અનેક નામાંકિત સંસ્‍થાઓ આ રેટીંગ્‍સમાં ભાગ લે છે ત્‍યારે વલસાડની સરકારી ઈજનેરી કોલેજ દ્વારા સતત ત્રીજા વર્ષે મેળવેલી આ સિધ્‍ધિ ખૂબ જ ગૌરવપૂર્ણ સાબિત થઈ છે. આ સિધ્‍ધિ દર્શાવે છે કે વલસાડની સરકારી ઇજનેર કોલેજ ખાતે કરવામાં આવતી વિવિધ પ્રવૃત્તિઓ સંસ્‍થાના વિદ્યાર્થીઓને તેમની ઈજનેરી ક્ષેત્રના શિક્ષણ અને કારકિર્દીને અનેક રીતે લાભાન્‍વિત કરે છે. આ તબક્કે સંસ્‍થાના આચાર્ય ડો.વી.એસ.પુરાણી દ્વારા આઈઆઈસી પ્રેસિડેન્‍ટ ડો. રાજેશ માલણ, એસ.એસ.આઈ.પી (સ્‍ટુડન્‍ટ સ્‍ટાર્ટઅપ એન્‍ડ ઈનોવેશન પોલીસી) કો-ઓર્ડિનેટર ડો.કે.એલ મોકરીયાઅને તમામ ખાતાના વડાઓને શુભેચ્‍છાઓ પાઠવી હતી. આચાર્યશ્રીએ સંસ્‍થા ખાતે કાર્યરત આઈઆઈસી તેમજ એસએસઆઈઆઈપી સેલના સભ્‍યો પ્રોફ. શીરીશ પટેલ, પ્રોફ. નિતીન પટેલ, ડો.યોગેન્‍દ્ર ટંડેલ, પ્રોફ. વિજય વિસાવળીયા, પ્રોફ. હેમંત જરીવાલા, પ્રોફ. ભૂમિકા દોમડીયા, પ્રોફ. જીનલ પટેલ અને પ્રોફ. મીરા કુંવારાણીની સમગ્ર વર્ષ દરમિયાનની કામગીરીને બિરદાવી હતી.

Related posts

વાપી નોટિફાઈડ બોર્ડની મિટિંગ યોજાઈઃ ટ્રાફિક નિયંત્રિત કરવા માટે પે એન્‍ડ પાર્ક કાર્યરત કરાશે

vartmanpravah

પારડી કન્‍યાશાળાની વિદ્યાર્થીઓને માસિક ધર્મ વિશે ડોકટરો દ્વારા સમજણ આપી કરાયું પેડનું વિતરણ

vartmanpravah

દાદરા નગર હવેલીની મુક્‍તિના 70મા વર્ષે આત્‍મમંથન

vartmanpravah

દમણ જિ.પં.ના પ્રમુખ અને સભ્‍યપદેથી નવિન પટેલ સસ્‍પેન્‍ડઃ પંચાયતી રાજ સચિવે જારી કરેલો આદેશ

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે દમણ જિલ્લામાં ચાલી રહેલા વિવિધ વિકાસના કામોનું કરેલું નિરીક્ષણઃ સંબંધિત અધિકારીઓ-કોન્‍ટ્રાક્‍ટરોને આપેલા જરૂરી દિશા-નિર્દેશ

vartmanpravah

વલસાડના જુજવામાં સર્વજ્ઞાતિ સમૂહ લગ્નમાં મુખ્યમંત્રીશ્રીની પ્રેરક ઉપસ્થિતિમાં ૧૬૧ યુગલોએ પ્રભુતામાં પગલા પાડ્યા

vartmanpravah

Leave a Comment