April 26, 2024
Vartman Pravah
Breaking Newsદમણ

મગરવાડા પંચાયત સભાગૃહ ખાતે સમાજ કલ્‍યાણ વિભાગ, દમણ દ્વારા વરિષ્ઠ નાગરિકો અને દિવ્‍યાંગજનો માટે સહાયક સામગ્રી વિતરણ કાર્યક્રમ યોજાયો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.09
સમાજ કલ્‍યાણ વિભાગ, દમણ દ્વારા વરિષ્ઠ નાગરિકો અને દિવ્‍યાંગજનો માટે સહાયક સામગ્રી વિતરણ કાર્યક્રમ મગરવાડા પંચાયત સભાગૃહ ખાતે યોજાયો હતો.
પ્રાપ્‍ત માહિતી અનુસાર તા.09-02-2022 ના રોજ, સંઘપ્રદેશ દાદરા અને નગર હવેલી અને દમણ-દીવ સમાજ કલ્‍યાણ વિભાગના સચિવ શ્રીમતી પૂજા જૈનના માર્ગદર્શન હેઠળ અને નાયબ સચિવ શ્રી જતીન ગોયલના માર્ગદર્શન હેઠળ, રાષ્‍ટ્રીય વયોશ્રી યોજના અને ઇડીપી યોજના હેઠળ દમણ જિલ્લાના વરિષ્‍ઠ નાગરિકો અને દિવ્‍યાંગજનો માટે સહાયક સામગ્રી વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો.
આ કાર્યક્રમમાં સમાજ કલ્‍યાણ વિભાગના નાયબ સચિવ શ્રી જતીન ગોયલ, મગરવાડા પંચાયતના સરપંચ શ્રીમતી લખીબેન અને પંચાયત સભ્‍ય શ્રી દિલીપભાઈ પટેલ અને પંચાયત સચિવ અંકિતા પટેલે હાજરી આપી હતી.
આ પ્રસંગે સમાજ કલ્‍યાણવિભાગના નાયબ સચિવ શ્રી જતીન ગોયલે જણાવ્‍યું હતું કે, આ પ્રતિકાત્‍મક કાર્યક્રમનો મુખ્‍ય ઉદ્દેશ્‍ય ભારત સરકાર દ્વારા ચલાવવામાં આવી રહેલી વયોશ્રી યોજના અને એડીપી યોજના હેઠળ દમણના વરિષ્‍ઠ નાગરિકો અને દિવ્‍યાંગજનોને સહાયક સામગ્રી વિતરણ કરી તેમને લાભાન્‍વિત કરવાનો છે. ભૂતકાળમાં સંઘપ્રદેશમાં કુલ 07 કેમ્‍પ લગાવવામાં આવ્‍યા હતા જેમાં દાદરા નગર હવેલીમાં-04, દીવમાં-01 તથા દમણમાં-0ર કેમ્‍પ લગાવવામાં આવ્‍યા છે. આ કેમ્‍પમાં દમણમાં કુલ 265 લાભાર્થીઓએ નોંધણી કરાવી હતી. આ લાભાર્થીઓમાંથી આજે ર0 લાભાર્થીઓને વ્‍હીલચેર, વ્‍હીલચેર (કમોડ સાથે), ટ્રાયસિકલ કમોડ, સિંપલ સ્‍ટિક સાધન આપવામાં આવ્‍યા હતા. બાકીના લાભાર્થીઓને ટૂંક સમયમાં સહાયક સામગ્રીઓ વિતરીત કરવામાં આવશે.
વિશેષ માહિતી આપતા શ્રી જતીન ગોયલે જણાવ્‍યું હતું કે, સંઘપ્રદેશના તમામ વરિષ્ઠ નાગરિકો માટે વિભાગ દ્વારા ફ્રી હેલ્‍પલાઇન એલ્‍ડર લાઈન-14567 શરૂ કરવામાં આવી છે. આ સાથે તેમણે ચિલ્‍ડ્રન હેલ્‍પલાઈન-1098, મહિલા હેલ્‍પલાઈન-181 વિશે વિસ્‍તળત માહિતી આપી હતી અને વળદ્ધાશ્રમ, કાયદાકીય અને પેન્‍શન સહિતની અનેક સમસ્‍યાઓ વિશે વરિષ્ઠ નાગરિકોને માહિતગાર કર્યા હતા.
વિવિધ વિભાગો સાથે સંકલનમાં રહીને કેન્‍દ્ર અને પ્રશાસન દ્વારા દ્વારા ચલાવવામાં આવતીયોજના વિશે માહિતગાર કર્યા હતા. અંતમાં તેમણે મગરવાડા પંચાયતના સરપંચ શ્રીમતી લખીબેન અને પંચાયતના સભ્‍યોનો આભાર વ્‍યક્‍ત કર્યો હતો અને ભવિષ્‍યમાં જ્‍યારે પણ વિભાગની જરૂર પડશે ત્‍યારે વિભાગ દ્વારા તમામ વિભાગો માટે ફરીથી શિબિરનું આયોજન કરવામાં આવશે તેવી ખાતરી પણ આપી હતી.
આ કાર્યક્રમને સફળ બનાવવા સમાજ કલ્‍યાણ વિભાગ, બાળ સુરક્ષા સમિતિ, દાદરા અને નગર હવેલી અને દમણ અને દીવ અને મગરવાડા પંચાયતના કર્મચારીઓએ સહયોગ આપ્‍યો હતો.

Related posts

અજાણી મહિલા મૃતકના વાલીવારસો સંપર્ક કરે

vartmanpravah

દિવાળીથી લાભ પાંચમ સુધી દમણ-દાનહમાં ઉમટેલો પ્રવાસીઓનો લોકમેળો

vartmanpravah

વલસાડમાં જિલ્લા કોંગ્રેસ દ્વારા મોંઘવારી મુદ્દે હલ્લાબોલ કાર્યક્રમ યોજાયોઃ કલેક્‍ટરને આવેદન અપાયું

vartmanpravah

વાપીની શ્રી રાજ રાજેશ્વરી વિદ્યા મંદિર શાળાનું ગૌરવ

vartmanpravah

‘9 વર્ષ – સેવા, સુશાસન અને ગરીબ કલ્‍યાણ’ ચિત્ર પ્રદર્શનથી લોકોને મળી વિવિધ લાભદાયી જાણકારીઃ પ્રાચાર્ય ડૉ. યોગેશભાઈ પટેલ

vartmanpravah

આઈસ સ્‍ટોક સ્‍પોર્ટ્‌સ એસોસિએશન દ્વારા દાનહ અને દમણ-દીવ માટે સમર વર્ઝન ટ્રેનિંગ કેમ્‍પનું કરાયેલું આયોજન

vartmanpravah

Leave a Comment