October 20, 2024
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદમણદીવદેશનવસારીપારડીવલસાડવાપીસેલવાસ

ઉમરગામમાં માસુમ બાળા સાથે થયેલી દુષ્‍કર્મની ઘટના

ઘૃણાસ્‍પદ અને હીચકારી ઘટનાના પગલે ઉમરગામ પાલિકાવાસીનો આક્રોશ સાતમા આસમાને પહોંચતા ભોગ બનનારના પરિવાર સહિત મોટી સંખ્‍યામાં પ્રજા પોલીસ મથકે ઘસી જતા વાતાવરણ તંગ બની જવા પામ્‍યું હતું અને ત્રણ વર્ષીય માસુમ બાળકી ઉપર દુષ્‍કર્મ આચરનાર નરાધમની તાત્‍કાલિક ધરપકડ કરી સખતમાં સખત કાર્યવાહીની માંગ કરવામાં આવી હતી

ઘટનાની જાણ બાદ પોલીસ તંત્રની ટીમે આરોપીને ઝડપી પાડવા પ્રયાસ તેજ કરી દીધા હતા અને માત્ર એક કલાકની અંદર ટ્રેનમાં બેસીને ભાગી રહેલા આરોપીને ચાલુ ટ્રેનમાં મહારાષ્‍ટ્રના પાલઘરથી ઝડપી પાડી હિરાશતમાં કરી દીધો હતો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝનેટવર્ક)
સરીગામ, તા.28: ગતરોજ ઉમરગામ નગરપાલિકા વિસ્‍તારમાં એક માસુમ બાળા દુષ્‍કર્મનો ભોગ બની હોવાની હીચકારી અને ઘૃણાસ્‍પદ ઘટના પ્રકાશમાં આવવા પામી હતી. આ ઘટનાને પગલે સમગ્ર પાલિકા વિસ્‍તારમાં આક્રોશ ફેલાતા મોટી સંખ્‍યામાં પ્રજા બહાર આવી પોલીસ મથકે ધસી ગઈ હતી. અને આરોપી નરાધમને તાત્‍કાલિક ઝડપી પાડી કડક કાર્યવાહી કરે એવી માંગણી સાથે વાતાવરણને ઉગ્ર બનાવી દીધું અને ઉગ્ર બનેલા વાતાવરણ સામે કાબુ મેળવવા પોલીસ તંત્રએ મોટી સંખ્‍યામાં પોલીસ કાફલો ખડકી દેવાની ફરજ પડી હતી.
ઘટના અંગે મળતી માહિતી મુજબ ઉમરગામ નગરપાલિકા વિસ્‍તારની એક ચાલીમાં ભાડૂતી તરીકે રહેતા પરપ્રાંતીય પરિવારની ત્રણ વર્ષની માસુમ બાળા દુષ્‍કર્મનો ભોગ બની હતી. આ હીચકારી ઘટનાને બાજુની રૂમમાં રહેતા ગુલામ મુસ્‍તુફા ઉંમર વર્ષ 30 મૂળ રહે.ઝારખંડ નામના નરાધમે અંજામ આપ્‍યો હોવાની માહિતી પ્રાપ્ત થઈ રહી છે. ભોગ બનનારી દીકરીના માતા પિતા ઉમરગામ જીઆઇડીસીની કંપનીમાં કામ કરે છે. આરોપી ત્રણ મહિના પહેલા જ ઉમરગામ આવ્‍યો હતો અને પાડોશમાં રહી ભોગ બનનાર પરિવાર સાથે સબંધ બનાવ્‍યો હતો. ગતરોજ બપોરના ત્રણ કલાકના અરસામાં એકલતાનો લાભ લઈ આરોપીએ હવસ સંતોષવા ઘટનાને અંજામ આપ્‍યોહતો. જે ઘટનાની જાણકારી ઉમરગામ પોલીસ મથકે સાંજના છ કલાકે આપ્‍યા બાદ સમગ્ર ઘટના પ્રકાશમાં આવતા પોલીસ તંત્રએ તાત્‍કાલિક કાર્યવાહી હાથ ધરતા વોચ ગોઠવી અને સતર્કતા રાખી ધરપકડ માટે અભિયાન તેજ કરી દીધું હતું અને આરોપી વતન તરફ ભાગી રહ્યો હતો પરંતુ સુરત-વિરાર શટલમાં મુસાફરી કરી રહેલા આરોપીને પાલઘરથી ઝડપી પાડ્‍યો હતો.
બીજી તરફ આ ઘટનાને લઈ ઉમરગામ શહેર સહિત ગાંધીવાડી વિસ્‍તારના હિન્‍દુ સમાજના લોકોમાં ભારે આક્રોશ ફેલાયો હતો. આરોપીને ફાંસીની સજા આપો જેવી માંગ સાથે સ્‍વયંભૂ હજારોની સંખ્‍યામાં લોકો ઉમરગામ પોલીસ મથક તરફ કુચ કરી આવ્‍યા હતા. તંગ અને કાબુ બહાર બની રહેલી ઘટનાની જાણકારી ઉમરગામ પી.આઈ. દ્વારા જિલ્લા પોલીસ વડાને કરવામાં આવી હતી અને જે ઘટનાની ગંભીરતા જોતા જિલ્લા પોલીસ વડા ડૉ.કરણરાજ વાઘેલા સહિત ડીવાયએસપી, ક્રાઈમ બ્રાન્‍ચ, એસઓજીની ટીમ ઉમરગામ ખાતે આવી પહોંચી હતી. અને તંગ બનેલી પરિસ્‍થિતિને શાંત પાડવાનો પ્રયાસ કરતા જોવા મળી હતી.
ઉમરગામ પોલીસ મથકે ભેગુ થયેલું ટોળું આક્રમક બની રહ્યું હતું. આરોપીને પકડી પાડો, આરોપીને ફાંસીની સજા આપો જેવા સૂત્રોચ્‍ચાર સાથે ટોળું પોલીસ સાથે સંઘર્ષ કરી રહી હતી આ સમયે જિલ્લાપોલીસવડા ડો.કરણરાજ વાઘેલાએ આરોપી પકડાઈ ગયા હોવાની વાત જાહેર કરી હતી અને આરોપીને યોગ્‍ય સજા મળે એ દિશામાં સીટની રચના કરી ઝડપી કાર્યવાહી કરવામાં આવશે એવી માહિતી આપવામાં આવી હતી. પરંતુ મોડી રાત્રી સુધી ટોળું ઉમરગામ પોલીસ મથકે જોવા મળ્‍યું હતું. આક્રોશ ભરેલા ટોળાના કેટલાક વ્‍યક્‍તિઓ દ્વારા ઉમરગામ ગાંધીવાડી વિસ્‍તારમાં પથ્‍થરમારો, તોડફોડ તેમજ આગચંપી જેવું કળત્‍ય કર્યું હતું. એક કાર અને બે જેટલી બાઈકને નુકસાન કરવામાં આવ્‍યું હતું. જોકે ઘટના સ્‍થળે પોલીસનો કાફલો સક્રિય બનતા સ્‍થિતિને કાબૂમાં કરવામાં આવી હતી.
આ ઘટનાના પગલે આજરોજ સવારથી સ્‍વયંભૂ સમગ્ર ઉમરગામ શહેર, જીઆઇડીસી, સોળસુંબા સહીત આજુબાજુના ગામોના બજારો, રિક્ષા અને ઉદ્યોગો બંધ રાખવામાં આવ્‍યા હતા. વહેલી સવારથી લોકોના ટોળે ટોળા ભેગા થવાનું શરૂ થયું હતું. સમગ્ર વિસ્‍તારમાં પોલીસના કાફલા તૈનાત કરવામાં આવ્‍યા હતા. ઉમરગામ ગાંધીવાડીથી અકરામારુતિ ચોક ખાતે લોકો હજારોની સંખ્‍યામાં ભેગા મળ્‍યા હતા ત્‍યારે પ્રજા અને પોલીસ વચ્‍ચે ઘર્ષણ શરૂ થતા આખરે પોલીસને લાઠીચાર્જ કરવાની ફરજ પડી હતી. પોલીસ દ્વારા મહિલા પ્રદર્શનકારી સહિત 40 થી 50 જેટલા વ્‍યક્‍તિઓની અટક કરવામાં આવી હતી.પોલીસના બળ પ્રયોગ બાદ સમગ્ર પરિસ્‍થિતિ સામાન્‍ય બની હતી. ઘટનાનો ભોગ બનનારી બાળકીની સ્‍થિતિ સામાન્‍ય છે. બાળાને ડોક્‍ટરના ઓબ્‍સર્વેશન હેઠળ વલસાડ સિવિલમાં દાખલ કરવામાં આવેલી હોવાની માહિતી પ્રાપ્ત થઈ રહી છે.

Related posts

સંપત્તિની સાચવણી માટે પણ સંસ્‍કાર સત્‍સંગ અને સદ્‌ગુરૂની જરૂરિયાતઃ પ.પૂ.મેહુલભાઈ જાની

vartmanpravah

વલસાડ જિલ્લામાં 303 ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં 64.32 ટકા નોંધાયેલું મતદાન: 21ના મંગળવારે જે તે મતદાન ગણતરી કેન્‍દ્રો ઉપર મતદાન ગણતરી હાથ ધરવામાં આવનાર છે

vartmanpravah

વાપી કોળીવાડ ભંગારના ગોડાઉનમાંથી બી.એસ.એન.એલ. ટાવરની બેટરીઓ ઝડપાઈ

vartmanpravah

વાપી ટાઉનમાં પરિવારને જાણ કર્યા વગર 23 વર્ષિય યુવતી ઘરેથી ગુમ થઈ

vartmanpravah

શ્રીમતી ભાવનાબેન નાનુભાઈ બાંભરોલીયા સ્‍વામિનારાયણ ફાર્મસી કોલેજ, સલવાવ, ખાતે ‘‘લાઈબ્રેરી અવેરનેસ સ્‍પર્ધા -2022” યોજાઈ

vartmanpravah

દમણ જિલ્લા સહકારી ભંડારના ચેરમેન તરીકે આગેવાન સામાજિક કાર્યકર્તા અને ઊર્જાવાન નેતા હિરેનભાઈ જોષીની સર્વાનુમતે વરણી

vartmanpravah

Leave a Comment