August 31, 2026
Vartman Pravah
Breaking NewsOtherખેલડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દમણ જિલ્લા કક્ષાની આંતર શાળા કબડ્ડી સ્‍પર્ધામાં સરકારી હાઈસ્‍કૂલ નાની દમણ વિજેતા બની

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.03 : કેન્‍દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ -દીવ પ્રશાસનના યુવા બાબતો અને રમતગમત વિભાગ દ્વારા કેન્‍દ્ર શાસિત પ્રદેશમાં પ્રશાસક શ્રી પ્રફુલ પટેલના માર્ગદર્શન હેઠળ યુવા બાબતો અને રમત-ગમત વિભાગના સચિવ ડૉ. અરુણ ટી. અને રમત-ગમત વિભાગના નિયામક ડૉ. શ્રી અરૂણ ગુપ્તા દ્વારા દમણમાં રમત-ગમત સંસ્‍કળતિના વિકાસ માટે જિલ્લા કક્ષાની આંતરશાળા રમત-ગમત સ્‍પર્ધાનું આયોજન કરવામાંઆવ્‍યું છે.
દમણ જિલ્લા આંતર શાળાકીય રમત-ગમત સ્‍પર્ધામાં વોલીબોલ (અંડર 17 બોયઝ), કબડ્ડી (અંડર 14 અને 17 બોયઝ) અને ખો-ખો (અંડર 14, 17, 19 ગર્લ્‍સ અને બોયઝ) સ્‍પર્ધા આજે તા.03/10/2024 થી 10/10/2024 દરમિયાન યોજવામાં આવી રહી છે.
આજે દમણ જિલ્લા આંતર શાળાકીય રમત-ગમત સ્‍પર્ધામાં અંડર-17 બોયઝ કબડ્ડી સ્‍પર્ધાનું આયોજન કરવામાં આવ્‍યું હતું. આ કબડ્ડી સ્‍પર્ધામાં 19 જેટલી શાળાઓની ટીમોએ ભાગ લીધો હતો. જેમાં સરકારી હાઈસ્‍કૂલ નાની દમણ પ્રથમ ક્રમે રહી હતી જ્‍યારે બીજા ક્રમે સરકારી ઉચ્‍ચ પ્રાથમિક મોડેલ સ્‍કૂલ અને ત્રીજા ક્રમે સરકારી હાઈસ્‍કૂલ ભીમપોર રહી હતી.
આ સ્‍પર્ધામાં શ્રેષ્ઠ પસંદગી પામેલ ખેલાડીઓને વિભાગના અધિકારીઓ દ્વારા ટ્રોફી, મેડલ અને પ્રમાણપત્ર આપીને સન્‍માનિત કરવામાં આવ્‍યા હતા.
આ સ્‍પર્ધામાં વિજેતા ખેલાડીઓ સંઘપ્રદેશ સ્‍તરીય સ્‍પર્ધામાં દમણ જિલ્લાનું પ્રતિનિધિત્‍વ કરશે.

Related posts

દાદરા નગર હવેલી પોલીસે મુથ્‍થુ ગેંગના બે આરોપીને ઝડપી પાડયા

vartmanpravah

વાપી-દમણમાં મોબાઈલ સ્‍નેચીંગ કરતો રીઢો આરોપી જીઆઈડીસી પોલીસે ઝડપ્‍યો

vartmanpravah

ધરમપુર ખાતે ફલેટમાંથી રૂા.22.76 લાખ મત્તાની ચોરીની તપાસમાં પોલીસને મોટી સફળતા મળીઃ બે આંતરરાજ્‍ય ચોર ઝડપાયા

vartmanpravah

જીવનદીપ હેલ્‍થ એજ્‍યુકેશન એન્‍ડ ચેરીટેબલ ટ્રસ્‍ટ સંચાલિત ચાઈલ્‍ડ લાઈન સર્વિસ ‘‘1098” દીવ દ્વારા એક્‍સિસ બેન્‍ક ખાતે બાળ જાગરૂકતા કાર્યક્રમ યોજાયો

vartmanpravah

દમણમાં એક્‍સ સર્વિસ મેન ઓર્ગેનાઈઝેશન દ્વારા આયોજીત શ્રદ્ધાંજલિ સભામાં ઉમટેલું દમણ

vartmanpravah

દમણમાં પ્રદેશ સ્‍તરના આયોજીત ‘ગરીબ કલ્‍યાણ સમારંભ’માં ભારત સરકાર અને સંઘપ્રદેશ પ્રશાસનની સંવેદનશીલતાની ઝળકેલી ઝલક

vartmanpravah

Leave a Comment