(વર્તમાનપ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ, તા.01
ભારત સરકારના આદેશ મુજબ પરમ પૂજ્ય મહાત્મા ગાંધીજીની 152મી જન્મ જયંતિ અને આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણીના ભાગરૂપે ગ્રામ પંચાયત ડેવલપમેન્ટ પ્લાન (જીપીડીપી) સબકી યોજના સબકા વિકાસ-2022-23ના પ્લાનને મંજૂર કરવા માટે અગામી શુક્રવાર તા.03જી ડિસેમ્બર-ર021ના રોજ આદિવાસી ભવન, ધોબીતળાવ ખાતે દમણવાડા ગ્રુપ ગ્રામ પંચાયતની ગ્રામ સભાનું આયોજન કરવામાં આવેલ છે.
આ ગ્રામ સભામાં ફિઝીકલ પ્રોગ્રેસ-2021-રરની ચર્ચા-વિચારણા, ફંડ યુટીલાઈઝેશન અંગે મસલત, ચાલુ વર્ષની યોજનાના અમલીકરણની ચર્ચા-વિચારણા, ગ્રામ પંચાયત ડેવલપમેન્ટ પ્લાન(જીપીડીપી) અંતર્ગત 29 સબ્જેક્ટ/સ્કીમ હેઠળ કરવામાં આવનાર વિકાસ કામોની ચર્ચા-વિચારણા કરીને મંજુર કરવા, ઈ-શ્રમ કાર્ડનું વિતરણ તથા પ્રમુખ સ્થાનેથી મંજુર કરવામાં આવનાર અન્ય કામો ગ્રામ સભામાં અનુમોદન માટે રજૂ કરાશે.
દમણવાડા ગ્રામ પંચાયતના સરપંચના અધ્યક્ષ સ્થાને મળનારી ગ્રામ સભા આદિવાસી ભવન ધોબીતળાવ, કલેક્ટર ઓફિસની પાછળ, મોટી દમણ ખાતે સવારે 11.00 વાગ્યે યોજવામાં આવનાર હોવાની જાણકારી દમણવાડા ગ્રામ પંચાયત દ્વારા આપવામાં આવી છે અને આ ગ્રામ સભામાં દરેક ગ્રામવાસીઓને ઉપસ્થિત રહેવા સરપંચશ્રીએ અપીલ પણ કરીછે.
Previous post