(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દીવ, તા.27: આજરોજ સમગ્ર શિક્ષા અને શિક્ષણ વિભાગ દીવ પહેલ હેઠળ સમર કેમ્પ કાર્યક્રમ યોજાયો. સરકારી હાયર સેકેન્ડરી ગર્લ્સ સ્કૂલ વણાંકબારા ખાતે માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓ માટે તા.13/05/2024 થી તા.27/05/2024 આમ 15 દિવસીય સમર કેમ્પનું આયોજન કરવામાં આવેલ હતું. આજે તેના સમાપન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતું. જેમાં ડેપ્યુટી કલેક્ટર શિવમ મિશ્રા, ડીપીઓ આર.કે.સિંઘ, DPODP પિયુષ મારૂ, ADPO અરવિંદ સોલંકી, બી.આર.સી દિવ્યેશ જેઠવા, અને શાળાના પ્રિન્સિપાલ હરકચંદ બારીયા ઉપસ્થિત રહ્યા હતા. અને વિદ્યાર્થિનીઓએ અભિનય દ્વારા મહેમાનોનું સ્વાગત કર્યું હતું. તેમજ વિદ્યાર્થીઓએ અલગ અલગ સ્પર્ધામાં ભાગ લીધો હતો. જેમાં સ્પોર્ટ્સ ગેમ બેડમિન્ટન, લીંબુ ચમચી, સંગીત ખુરશી, ચેસ લાઈબ્રેરી બુક રીવ્યુ, ડ્રોઈંગ, Singing પ્રથમ દ્વિતીય અને તૃતીય નંબર આપી વિજેતાઓને સર્ટિફિકેટ અને ઈનામ આપીને સન્માન કરવામાં આવ્યા. સાથે સમર કેમ્પ દરમ્યાન વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવતા BRps અને શિક્ષકોને પુરસ્કાર આપીને પ્રોત્સાહિત કર્યાં. આ કાર્યક્રમમાં બનાવવા માટે ડેપ્યુટી કલેક્ટરે વિદ્યાર્થીઓને ધોરણ 10 માં આ વર્ષથી પણ વધારે સારું પરિણામ લાવવા માટે વિદ્યાર્થીઓને પ્રોત્સાહન કર્યા અને પ્રોગ્રામ ને સફળ બનાવવા માટે સમગ્ર શિક્ષાના સ્ટાફને અભિનંદન પાઠવ્યા હતા. સમગ્ર શિક્ષાના સ્ટાફએ પ્રોગ્રામની જહેમત ઉઠાવી હતી. આ કાર્યક્રમમાં સેક્રેટરી અને એજ્યુકેશન ડાઈરેક્ટરના માર્ગદર્શન હેઠળ યોજાયો હતો. આ કાર્યક્રમનું સંચાલન માનસિંગ બામણીયાએ કર્યું હતું.