June 30, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ તિથલમાં રેસર ગૃપ દ્વારા ફૂલ મેરેથોન દોડ યોજાઈ : કલેક્‍ટર અને એસ.પી. પણ 10 કિ.મી. મેરેથોન દોડ દોડયા

રેસર ગૃપ 10 વર્ષથી મેરેથોન દોડ યોજે છે : દેશભરના દોડવિરો ભાગ લેવા આવે છે

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.24: વલસાડમાં આજે રવિવારે રેસર ગૃપ દ્વારા મેરેથોન દોડ તિથલ શાંતિ રિસોર્ટમાં યોજાઈ હતી. મેરેથોન દોડમાં 1500 જેટલા દોડવીરો જોડાઈને મેરેથોન દોડને સફળ બનાવી હતી.
વલસાડ રેસર ગૃપ 10 વર્ષથી મેરેથોન દોડનું આયોજન કરાય છે. જેમાં 21કી.મી. હાફ મેરેથોન દોડ, 10 કિલોમીટર અને 5 કિલોમીટર દોડ યોજાઈ છે. છેલ્લા 2 વર્ષની 42 કિલોમીટર કુલ મેરેથોન દોડ યોજાઈ છે. આજે રવિવારે પરોઢે તિથલ શાંતિ રિસોર્ટ ખાતેથી કુલ મેરેથોન દોડ યોજાઈ હતી. મેરેથોન દોડમાં જિલ્લા કલેક્‍ટર ક્ષિપ્રા આગ્રે તથા જિલ્લા એસ.પી. ડો.કરણસિંહ વાઘેલા પણ 10 કિલોમીટરની દોડમાં ભાગ લઈ દોડવિરોને પ્રોત્‍સાહિત કર્યા હતા. વલસાડ જિલ્લામાં સ્‍વાસ્‍થ્‍ય પ્રત્‍યે લોકોની જાગૃતિ કેળવાય તે માટે રેસર ગૃપ દ્વારા પ્રતિ વર્ષે મેરેથોન દોડનું આયોજન કરાય છે. તેમજ સર્ટી અને પુરસ્‍કાર વિજેતાઓને આપવામાં આવે છે. મેરેથોન દોડમાં સ્‍થાનિક નહી પણ દેશભરમાંથી દોડવિરો ભાગ લેવા ઉમટી પડે છે. આજે મેરેથોન દોડમાં 1500 ઉપરાંત દોડવિરોએ ભાગ લીધો હતો.

Related posts

વાપીમાં સ્‍પંદન દ્વારા અર્વાચિન ગરબા સ્‍પર્ધા યોજાઈ

vartmanpravah

સુરત અને અમદાવાદથી દીવમાટે વિમાની સેવાનો થયો પ્રારંભઃ પ્રવાસન અને વેપાર-ધંધાને મળનારૂં પ્રોત્‍સાહન

vartmanpravah

નવસારીની સર જે.જે. પ્રાયમરી શાળામાં મેંગો-ડે ની ઉજવણી

vartmanpravah

શ્રી ઘનશ્‍યામ વિદ્યામંદિર, સલવાવનું ગૌરવ

vartmanpravah

દાનહના સાંસદ કલાબેન ડેલકરે પ્રદેશના કેટલાક મહત્‍વપૂર્ણ મુદ્દાઓ અંગે કલેક્‍ટરને કરેલી લેખિત રજૂઆત

vartmanpravah

દાનહમાં ખેતીવાડી વિભાગ દ્વારા ‘પ્રધાનમંત્રી કિસાન સન્‍માન નિધિ’ યોજનાના લાભ માટે ઈ-કેવાયસી હેતુ શિબિર યોજાશે

vartmanpravah

Leave a Comment