October 14, 2025
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદીવદેશસેલવાસ

સેલવાસ સબજેલમાં કેદીઓના લાભાર્થે ભજન-કિર્તન તથા યોગ કાર્યક્રમ યોજાયો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.28 : દાદરા નગર હવેલીના સેલવાસ ખાતેની સબજેલમાં બંદીવાન કેદીઓના માનસ ઉપર હકારાત્‍મક પ્રભાવ પડે તે હેતુથી બે દિવસીય ધાર્મિક તેમજ સાંસ્‍કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્‍યું હતું. આ પ્રસંગે ઈસ્‍કોન દ્વારા ભજન-કિર્તનનો કાર્યક્રમયોજવામાં આવ્‍યો હતો. જેના માધ્‍યમથી કેદીઓની નકારાત્‍મક ઊર્જાને સકારાત્‍મક ઊર્જામાં પરિવર્તન કરવામાં સહાયતા મળે અને મનની શાંતિનો અનુભવ થઈ શકે.
આ અવસરે 27 ડિસેમ્‍બરના રોજ ખાસ ઉપસ્‍થિત રહેલા મનોચિકિત્‍સક ડૉ. પર્વતરાજ દ્વારા માદક પદાર્થની લત છોડાવવાના સંદર્ભમાં પોતાનું વક્‍તવ્‍ય રજૂ કર્યું હતું. જ્‍યારે 28મી ડિસેમ્‍બરે શ્રીમતી અસ્‍લેશા હાટેકરના સહયોગથી યોગ શિબિરનું આયોજન પણ કરવામાં આવ્‍યું હતું. કેદીઓમાં એક નવી ઊર્જાનો સંચાર થઈ શકે એ માટે યોગ કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં સેલવાસની જેલમાં બંધ કેદીઓએ ઉત્‍સાહપૂર્વક ભાગ લીધો હતો અને પોતાના માનસને બદલવા માટે હકારાત્‍મકતા સાથે સહમતિ દર્શાવી હતી.

Related posts

વલસાડ કૈલાસ રોડ ઔરંગા નદીમાં વિદ્યાર્થીનીએ પડતું મુકી આપઘાતની કોશિષ કરી

vartmanpravah

વલસાડ જિલ્લામાં યુવા બોર્ડ દ્વારા ‘‘મારી માટી મેરા દેશ” કાર્યક્રમ અંતર્ગત 180થી વધુ સૈનિકો- શહીદના પરિવારજનોનું સન્‍માન કરાયુ

vartmanpravah

ચીખલીના કુકેરી સહિતના વિસ્‍તારમાં હેલિકોપ્‍ટરના ત્રણ-ચાર આંટા ફેરાથી લોકોમાં કૂતુહલ

vartmanpravah

દાનહના ગલોન્‍ડા ગામેથી શંકાસ્‍પદ હાલતમાં મહિલાની લાશ મળતા ચકચાર

vartmanpravah

વાપી-પારડી વિસ્‍તારમાં અપરિપક્‍વ કેરી માર્કેટમાં ઠલવાતા ભાવો ગગડી ગયા

vartmanpravah

આજે વલસાડમાં ભાજપ દક્ષિણ ઝોનની મહત્ત્વની બેઠક યોજાશે : ગૃહમંત્રી અમીત શાહ, સી.એમ. ભુપેન્‍દ્ર પટેલ ઉપસ્‍થિત રહેશે

vartmanpravah

Leave a Comment