April 30, 2024
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

આપત્તિ સમયે બચાવ કામગીરી અંગે વલસાડ જિલ્લા નિવાસી અધિક કલેકટર અનસૂયા જહાના અધ્‍યક્ષસ્‍થાને ડિઝાસ્‍ટર મેનેજમેન્‍ટ તાલીમ કાર્યક્રમ યોજાયો

અધિકારી અને કર્મચારીઓને ટ્રેનર દ્વારા પ્રેક્‍ટીકલ અને થિયરીકલ
જ્ઞાન આપવામાં આવ્‍યું

આગ, પાણીમાં ડૂબવુ, સાપ કરડવો, સીપીઆર, ફાયરના સાધનો અને
માનસિક સારવાર અંગેની સમજ અપાઈ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.29: વલસાડ જિલ્લા કલેકટર કચેરીની ડિઝાસ્‍ટર શાખાના આપત્તિ વ્‍યવસ્‍થાપન કેન્‍દ્ર દ્વારા કલેકટર કચેરી ખાતે ડિઝાસ્‍ટર મેનેજમેન્‍ટ તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં કલેકટર કચેરીનાઅધિકારીઓ અને કર્મચારીઓને આપત્તિ સમયે જીવ બચાવવા માટે કેવી રીતે કામગીરી કરવી તે અંગે થિયરી અને પ્રેક્‍ટિકલ સમજ આપવામાં આવી હતી.
આ તાલીમ કાર્યક્રમમાં નિવાસી અધિક કલેકટર શ્રીમતી અનસૂયા જહાએ જણાવ્‍યું કે, આપત્તિના સમયે એક બીજાને મદદરૂપ થવાની ભાવના સાથે આ તાલીમનું આયોજન કરવામાં આવ્‍યું છે. આપણી પાસે ફાયરના સાધનો છે પણ જો તેનો ઉપયોગ કરતા ન આવડતું હોય તો તે નિરર્થક છે. હાલમાં હાર્ટ એટેકના બનાવો પણ વધી રહ્યા છે ત્‍યારે સીપીઆર કેવી રીતે આપવુ તે પણ આવડતુ હોય તો આપણે કોઈકનો અમૂલ્‍ય જીવ બચાવી શકીએ.
પોરબંદર જિલ્લા હોમગાર્ડના સેકન્‍ડ ઈન કમાન્‍ડ અને ટ્રેનર ત્રિલોકકુમાર ઠાકરે જણાવ્‍યું કે, એવા ઘણા બનાવો બન્‍યા છે કે જેમાં, હૃદય ફેફસા પ્રાણ પુનઃ સંચાલન ((ર્ઘ્‍ીશ્વફુશં ષ્ટયશ્રળંર્ઁીશ્વક્ક શ્વફૂતયતણૂશર્દ્દીદ્દશંઁ- ઘ્‍ભ્‍ય્‍) થી વ્‍યક્‍તિ મોતના મુખમાંથી પરત ફરે છે પણ એટલુ ખાસ ધ્‍યાન રાખવુ જરૂરી છે કે, શરીરના શ્વાસ બંધ હોય ત્‍યારે જ ઘ્‍ભ્‍ય્‍ આપવો, શ્વાસ ચાલુ હોય ત્‍યારે સીપીઆર આપવો નહિ. નાના બાળકોને બંને હાથથી નહિ પણ બે આંગળીથી સીપીઆર આપવું. વધુમાં તેમણે માનસિક શાંતિ અન સારવાર જીવનના દરેક તબક્કે જરૂરી હોવાનું જણાવી કહ્યું કે, જીવનમાં હંમેશા હકારાત્‍મક અભિગમ અને એકલક્ષ્ય રાખવુ જોઈએ. માનસિક સારવાર ન મળે તો વ્‍યક્‍તિ પાગલ થઈ જાય અથવા તો આપઘાત કરી લે છે. મેન્‍ટલ હેલ્‍થ ખૂબ જ મહત્‍વની છે. આ સાથે જ આપત્તિ સમયે બચાવ કાર્યમાં દોરડાનો કેવી રીતે ઉપયોગ કરવો, અસરગ્રસ્‍તોને કઈ રીતે ઉંચકવા, ઘા માંથી લોહી નીકળતુ હોય તો તેને અટકાવવા માટે પાટો કઈ રીતે બાંધવો, અગ્નિ શામક સિલિન્‍ડરનો કેવી રીતે ઉપયોગ કરવો, સીપીઆર કેવી રીતે આપવુ, સાપ કરડયો હોય તો શું કાળજી રાખવી અને પાણીમાં કોઈ ડૂબી ગયુ હોય તો તેને બહાર કાઢી કેવી રીતે જીવ બચાવવો તે અંગેની વિવિધ ટેક્‍નિકો ગમ્‍મત સાથે પ્રેકટીકલ નોલેજ સાથે સમજાવી હતી.
કલેકટર કચેરીના પટાંગણમાં વલસાડ પાલિકાના ફાયર ઓફિસર યતિન પટેલ દ્વારા અગ્નિ શામક સિલિન્‍ડરનો કેવી રીતે ઉપયોગ કરવો તેનું ડેમોસ્‍ટ્રેશન પણ કરવામાં આવ્‍યું હતું. આ સિવાય 108 ઈમરજન્‍સી સેવાના ઈએમટી માનસીબેન પટેલ અને પાઈલોટ બિપીનભાઈ પટેલ દ્વારા 108ની વિવિધ સેવા અંગે માહિતી આપવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં નાયબ કલેકટર ગૌરાંગ વસાણી, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી ઉમેશ શાહ, વલસાડ પ્રાંત અધિકારી આસ્‍થા સોલંકી, ડિઝાસ્‍ટર મામલતદાર એમ.એ. મન્‍સુરી, જિલ્લા પ્રોજેક્‍ટ ઓફિસર જયવીરસિંહ રાઓલ, નાયબ મામલતદાર અસ્‍ફાકસાંગરીયા સહિત અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

કોંગ્રેસના ગઢ ઉનાઈ ખાતે ગૃહમંત્રી અમિત શાહે બિરસા મુંડા આદિવાસી ગૌરવ યાત્રાનો પ્રારંભ કરાવ્‍યો

vartmanpravah

‘‘બેટી વધાવો” અભિયાન હેઠળ વાપીમાં પીસી એન્‍ડ પીએનડીટી એક્‍ટ અંતર્ગત વર્કશોપ યોજાયો

vartmanpravah

દાનહમાં એક મહિના બાદ ફરી કોરોનાની એન્‍ટ્રીઃ 1 કોરોના પોઝિટિવ કેસ નોંધાયો

vartmanpravah

વલસાડ પાલિકાના પૂર્વ પ્રમુખ રાજેશ પટેલ ઉર્ફે રાજુ મરચાની વિધિવત આમ આદમી પાર્ટીમાં એન્‍ટ્રી

vartmanpravah

આખા હિન્‍દુસ્‍થાનને પોર્ટુગીઝ સત્તા હેઠળ લાવવા મહેચ્‍છા સાથે અલ્‍બુકર્કે ગોવા ઉપરાંત મલાક્કા દ્વીપ, હુગલી, ઓરમઝ, ચિત્તાગોંગ તથા દીવ અને દમણ જેવા સ્‍થળો જીતી લીધા

vartmanpravah

સરીગામ નોટીફાઇડ બોર્ડ ઓફ મેનેજમેન્‍ટની ઈન્‍ડસ્‍ટ્રીઝ એન્‍ડ માઈન્‍સ ડિપાર્ટમેન્‍ટ ગાંધીનગર દ્વારા કરવામાં આવેલી રચના

vartmanpravah

Leave a Comment