January 16, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ધરમપુર કાકડકુવા ગામે ડ્રાઈવરો માટે અમલી બનેલ કાયદાનો વિરોધ કરવા મોટી સંખ્‍યામાં ડ્રાઈવરોની સભા યોજાઈ

સભા ધારાસભ્‍ય અનંત પટેલની અધ્‍યક્ષતામાં મળી : આગામી તા.08 જાન્‍યુઆરીએ આંદોલન કરાશે

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.01: તાજેતરમાં ભારત સરકાર દ્વારા હીટ એન્‍ડ રનમાં ડ્રાઈવરોને જેલની સજા અને મોટો દંડ કરવાનો કાયદો અમલમાં આવવા જઈ રહ્યો છે. તેના પ્રત્‍યાઘાત ગુજરાત સહિત દેશભરમાં પડી રહ્યા છે. આજે સોમવારે ધરમપુરના કાકડકુવા ગામે ડ્રાઈવરો માટેના કાળા કાયદાનો વિરોધ કરવા અને આગામી કાર્યક્રમની ચર્ચા કરવા મોટી સંખ્‍યામાં લોકોની ઉપસ્‍થિતિમાં જાહેર સભા યોજાઈ હતી.
કેન્‍દ્ર સરકાર દ્વારા અકસ્‍માત કરનાર ડ્રાઈવર વિરૂધ્‍ધ 7 લાખનો દંડ અને 10 વર્ષની જેલની સજા અમલ કરવાનો નવો કાયદો લાવી રહી છે તેનો ચોમેર વિરોધ થઈ રહ્યો છે. ડ્રાઈવરોએકત્રિત થઈ રહ્યા છે. વાપીમાં પણ આજે સોમવારે આંદોલન કરવામાં આવ્‍યું હતું તે અનુસાર ધરમપુરના કાકડકુવા ગામે ધારાસભ્‍ય અનંત પટેલની આગેવાનીમાં મોટી જાહેર સભા ડ્રાઈવરોના નવા કાળા કાયદાનો વિરોધ કરવા માટે યોજાઈ હતી. જેમાં સેંકડો લોકો જોડાયા હતા. સભામાં નક્કી કરાયું હતું કે, આગામી તા.8 જાન્‍યુઆરીના રોજ લોકો ભેગા થઈ આંદોલન સ્‍વરૂપે નવા કાયદાનો પુરજોસથી વિરોધ કરવા કરશે. ડ્રાઈવરોનું આંદોલન ધીરે ધીરે ગ્રામ્‍ય વિસ્‍તારોમાં પ્રસરી રહ્યું છે.

Related posts

ધરમપુર વ્‍યાસઆશ્રમ ખાતે દિપકસિંહ દેસાઈનો નિવૃત્તિ સન્‍માન સમારંભ યોજાયો

vartmanpravah

રોકાણ કરેલા નાણાંના ઉઘરાણીના તણાવમાં ઓરવાડના આધેડે ફાંસો ખાધોᅠ

vartmanpravah

રખોલીની યુવતીએ ગળે ફાંસો લગાવી કરેલી આત્‍મહત્‍યા

vartmanpravah

સેલવાસની લાયન્‍સ ઈંગ્‍લીશ મીડિયમ સ્‍કૂલમાં દાનહના 71મા મુક્‍તિ દિવસની ધામધૂમથી કરાયેલી ઉજવણી

vartmanpravah

મરામ્‍મત-રખરખાવ અને સફાઈ માટે આજથી 11મી નવેમ્‍બર સુધી નાની દમણની નમો પથ અને મોટી દમણનો રામસેતૂ બીચ રોડ લોકોની અવર-જવર માટે બંધ

vartmanpravah

પારડી નગરપાલિકા દ્વારા સ્‍વચ્‍છ સર્વેક્ષણ 2022 અંતર્ગત વિવિધ સ્‍પર્ધાઓનું આયોજન

vartmanpravah

Leave a Comment