October 17, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદેશસેલવાસ

રખોલીની યુવતીએ ગળે ફાંસો લગાવી કરેલી આત્‍મહત્‍યા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.19
દાદરા નગર હવેલીના રખોલી ગામે રહેતી યુવતીએ પિતા સાથે કોઈક કારણસર ઝઘડો થતાં પોતાના ઘરમાં જ ગળેફાંસો લગાવી આત્‍મહત્‍યા કરી હોવાની માહિતી મળી છે.
પ્રાપ્ત વિગત અનુસાર રખોલીની રહેવાસી સુશીલા રામજી તળિયા (ઉ.વ.20)નો એના પિતા સાથે શનિવારના રોજ કોઈક કારણસર ઝઘડો થયો હતો, જેને કારણે ખોટું લાગી આવતા શનિવારના રોજ સવારે પોતાના ઘરમાં જ ગળે ફાંસો લગાવી આત્‍મહત્‍યા કરી લીધી હતી. પરિવારના સભ્‍યોએ જ્‍યારે સુશીલાને ફાંસો ખાધેલી હાલતમાં લટકતી જોઈ તો તાત્‍કાલિક એને નીચે ઉતારવામાં આવી હતી, પરંતુ એ બચી શકી નહીં હતી. આ ઘટના અંગે પોલીસને જાણ કરતા પોલીસની ટીમ પહોંચી લાશનો કબ્‍જો લઈ પોસ્‍ટમોર્ટમ માટે સેલવાસની શ્રી વિનોબા ભાવે સિવિલ હોસ્‍પિટલમાં લઈ જવામાં આવી હતી. આ ઘટના અંગેની રખોલી પોલીસ દ્વારા ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Related posts

વાપી રેલવે સ્‍ટેશન નજીક બાઈક સવાર યુવાનો લેબર કોન્‍ટ્રાક્‍ટરની બેગ ખેંચી 10 લાખ લઈ ફરાર

vartmanpravah

સર્વ સમાજને નવી રાહ ચીંધતો કિલ્લા પારડીનો પાટીદાર પરિવાર

vartmanpravah

ધોધડકુવાના જલારામ મંદિરે રામનવમીના સત્‍યનારાયણની યજ્ઞ અને સમૂહ કથાનું આયોજન કરાયું 

vartmanpravah

મોહનગામના દિપકભાઇ ગુમ

vartmanpravah

સ્‍વદેશ ફાઉન્‍ડેશન દ્વારા દાનહના ખાનવેલ ચૌડા ગ્રાઉન્‍ડને આધુનિકરણ માટે કલેક્‍ટરને આવેદન પત્ર આપ્‍યું

vartmanpravah

સંઘપ્રદેશના શિક્ષણ વિભાગ દ્વારા ‘સમગ્ર શિક્ષા’ અંતર્ગત દાનહની પ્રાથમિક ગુજરાતી શાળા મોરપાડામાં‘માઁ-બેટી મેળા’નું કરાયું આયોજન

vartmanpravah

Leave a Comment