Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી ખાતે આવેલ આર.એસ.ઝુનઝુનવાલા ઈન્‍ટરનેશનલ સ્‍કૂલ ખાતે વિદ્યાર્થીઓ માટે જાગૃતિ કાર્યક્રમ યોજાયો

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.07: વાપી ખાતે આવેલ આર.એસ.ઝુનઝુનવાલા ઈન્‍ટરનેશનલ સ્‍કૂલ ખાતે વિદ્યાર્થીઓમાં ટ્રાફિક નિયમ, સાઈબર ક્રાઈમ, નારકોટિસ જેવા વિષયો પર જાગૃતિ માટે ખાસ કાર્યક્રમ વલસાડ જિલ્લા પોલિસ અધિક્ષક ડો. કરણરાજ વાઘેલાની સૂચના મુજબ વાપી ડિવિઝનના ડીવાયએસપી શ્રી કુલદિપ નાઈના માર્ગદર્શનમાં યોજાયો હતો. આ કાર્યક્રમમાં સામાજીક શ્રેત્રે ટેકનોલોજીના માધ્‍યમથી થતા ફ્રોડ, નાણાંકીય વહેવારોમાં લીંક અને ઓટીપીના માધ્‍યમથી થતા ગુનાઓને કેવી રીતે અટકાવી શકાય, નાના બાળકોને સ્‍કૂલના અભ્‍યાસ દરમ્‍યાન નશાખોરીના માયાજાળથી કેવી રીતે સુરક્ષિત રહી પોતાના અભ્‍યાસમાં આગળ વધવું તેમજ ટ્રાફિક સમસ્‍યા અને નિયમોનું કેવી રીતે પાલન કરી દેશમાં પોતાનું યોગદાન આપવા સંદર્ભમાં પોલીસ અધિકારીશ્રી કુલદિપ નાઈ દ્વારા વિસ્‍તૃત માહિતી આપવામાં આવી હતી.
આ પ્રસંગે શાળાના મેનેજીંગ ટ્રસ્‍ટી શ્રી નિલેશભાઈ રાઠોડ, પ્રિન્‍સીપલ ડો. રીચા શાહ, જીલ્લા ભાજપના સોશિયલ મીડીયા ઈન્‍ચાજ શ્રી હિતેશભાઈ સુરતી, નગરસેવક શ્રી પંકજભાઈ પટેલ, શ્રી વિનયભાઈ વાડીવાલા, શ્રી દિલિપભાઈ ઠક્કર, શ્રી વિમલભાઈ મિષાી, શ્રી લાલજીભાઈભાનુશાલી, સહિત આગેવાનો વાલી મંડળો મોટી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

સેલવાસમાં જગદગુરુ શ્રીનરેન્‍દ્રાચાર્ય મહારાજના સાનિધ્‍યમાં ‘સમસ્‍યા માર્ગદર્શન’ સમારોહ યોજાયો

vartmanpravah

ચીખલી પંથકમાં મોડી રાત્રે ત્રણ જેટલા ચડ્ડી બનીયાન ધારી તસ્‍કરો ત્રાટકયા

vartmanpravah

ચીખલીના સુરખાઈ ખાતે રવિકૃષિ મહોત્‍સવમાં ખેડૂતોને પ્રાકૃતિક ખેતીના ફાયદાઓથી માહિતગાર કરી પ્રાકળતિક ખેતી અપનાવવા માટે પ્રોત્‍સાહિત કરાયા

vartmanpravah

દાદરા નગર હવેલીમાં છેલ્લા 24 કલાકમાં પાંચ ઇંચથી વધુ વરસાદ વરસ્‍યો

vartmanpravah

ડીઆઈએના પૂર્વ અધ્‍યક્ષ પવન અગ્રવાલે પ્રશાસકશ્રીની લીધેલી શુભેચ્‍છા મુલાકાત

vartmanpravah

વાપી વીઆઈએ દ્વારા ભારતીય માનક બ્‍યુરો વિષયક અવેરનેસ સેમિનાર યોજાયો

vartmanpravah

Leave a Comment